નાની ઉમર માં આપણા સમાજનું ગૌરવ વધારનાર લાડલી દીકરી ભાષા વાઘાણી

સુરતના સુભાષનગર વિસ્તારમાં રહેતાં અને સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્કૂલ નંબર ૨૭૨માં ટીચર તરીકે કામ કરતાં રાજશ્રી વાઘાણીની પુત્રી ભાષા વાઘાણી

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબેન પટેલે આ બાલિકા ભાષા વાઘાણીની ”બેટી બચાઓ ,બેટી પઢાઓ” અભિયાનના પ્રચાર માટે ”બ્રાંડ એમ્બેસેડર” બનાવીને એનું બહુમાન કર્યું હતું.

ગુજરાતને અને ગુજરાતી ભાષા પ્રેમીઓને માટે ગૌરવ સમી આ બાલિકાની કોઈ પણ વિષય ઉપર વક્તવ્ય આપવાની કળા એ કુદરતની કરિશ્મા છે.સરસ્વતી જાણે કે એમની જીભ ઉપર આવીને બેસી ગઈ છે !

”પારેવડી” સમી બાલિકા ભાષા વાઘાણી વ્યક્તવ્ય આપવાની અદભૂત ટેલેન્ટ જોઈ દરેક ગુજરાતીને ગુજરાતી હોવાનો જરૂર ગર્વ થશે.

જલજાગૃતિ મહાયજ્ઞમાં ભાષા વાઘાણીએ આવનારી માટે આજની પેઢીને શપથ લેવડાવ્યાં

માસૂમ બાળાની આવતી કાલ માટે પાણી-પર્યાવરણ બચાવવાની હદયસ્પર્શી અપીલથી લોકો અભિભૂત:

ભાષા વાઘાણી નામની દસેક વર્ષની વર્ષની બાળકીની હતી ત્યારે સૌમ્ય સ્પીચને લોકો એકીટસે સાંભળી રહ્યા હતા. એટલુ જ નહીં ભાષાએ પોતાના પ્રવચન દરમિયાન ઉપસ્થિત તમામ લોકોનો જમણો હાથ ઉંચો કરાવી એક શપથ પણ લેવડાવી હતી.

ભાષા વાઘાણીએ આટલી નાની ઉમરમાં ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે

૨૦૧૩ માં ભાષા વાઘાણીની નરેન્દ્ર મોદી સાથે ની મુલાકત કરી નાખ્યા એના મમ્મીને હેરાન

સુરતના સુભાષનગર વિસ્તારમાં રહેતાં અને સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્કૂલ નંબર ૨૭૨માં ટીચર તરીકે કામ કરતાં રાજશ્રી વાઘાણી તેમની નવ વર્ષની સગી દીકરી ભાષાના કારણે કંટાળી ગયાં છે. એકધારા અને સતત ભાષા માટે આવતા મોબાઇલના કારણે રાજશ્રીબહેનનો પોતાનો મોબાઇલ વ્યસ્ત રહેવા લાગ્યો છે અને આ મોબાઇલ વ્યસ્ત રહેવાના કારણે રાજશ્રીબહેનને તેમના હસબન્ડ હિંમતભાઈ સાથે પણ બે વાર નાનો ઝઘડો થઈ ગયો છે. રાજશ્રીબહેનને માત્ર હિંમતભાઈ પાસેથી જ નહીં, તેમનાં સાસુ-સસરાથી લઈને સહેલીઓ અને પાલિતાણામાં રહેતાં ભાઈ-ભાભી પાસેથી પણ આ વીક દરમ્યાન બિઝી રહેતા મોબાઇલના કારણે નાનો ઠપકો સાંભળવો પડ્યો છે. આ ઠપકો ફરીથી સાંભળવો ન પડે એની અગમચેતીરૂપે જ રાજશ્રીબહેને શુક્રવારે બીજો મોબાઇલ ખરીદી લીધો અને પોતાનાં તમામ સગાંઓને એ નવા નંબરનો sૃs કરી દીધો અને પોતાનો ઓરિજિનલ નંબર ભાષા માટે સેપરેટ રાખી દીધો છે. કોઈ મા પોતાની સગી દીકરીથી કંટાળે નહીં, પણ રાજશ્રીબહેન ખરેખર કંટાળ્યાં છે. અલબત્ત, આ કંટાળામાં પણ હર્ષની લાગણી તો નીતરી જ રહી છે. રાજશ્રીબહેન suઁફુીર્ક્ક સરતાજને કહે છે, ‘ગયા રવિવારે ભાષાએ રાજકોટ પાસેના દેવળા ગામે સ્પીચ આપી અને એ સ્પીચમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને પણ હકપૂર્વક શપથ લેવડાવીને જે દેકારો બોલાવી દીધો છે એ હજી ચાલુ છે. રાજકારણીઓથી લઈને અમારાં સગાંવહાલાં, પટેલ આગેવાનો, મિડિયાવાળા બધાને ભાષા સાથે વાત કરવી છે. નવ વર્ષની દીકરીના ગયા રવિવારના કારનામા પછી તેની તો લાઇફ બદલાઈ ગઈ છે, પણ સાથોસાથ તેણે અમને બધાને પણ કામે લગાડી દીધા છે. પહેલાં મને મહિનામાં માંડ પચાસ ફોન આવતા હતા, પણ રવિવારના ફંક્શન પછી મને દિવસમાં સોથી દોઢસો જેટલા ફોન આવવા લાગ્યા છે. બધાને ભાષા સાથે વાત કરવી હોય છે. એ બધાની ઇચ્છા પૂરી કરાવું તો કામસર મને ફોન કરનારાઓને મારો ફોન ઍન્ગેજ મળે છે ને મારે ઠપકો સાંભળવો પડે છે. આવું ન થાય એટલે જ મેં બીજો નંબર લઈ લીધો.’

મમ્મી રાજશ્રીબહેનની વાત સહેજ પણ ખોટી નથી. રવિવારે રાજકોટ જિલ્લાના જેતપુર શહેર પાસે આવેલા દેવળા ગામે સુરતની જાણીતી સંસ્થા જલધારા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા જનજાગૃતિ મહાયજ્ઞમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને જાણીતા સંત સ્વામી સચ્ચિદાનંદ સહિત ગુજરાતના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત હતા. આ ફંક્શનમાં ભાષા વાઘાણીએ ‘જળ બચાવો અભિયાન’ સંદર્ભના એક વિષય પર એક લાખના ઑડિયન્સ સમક્ષ નાનકડી સ્પીચ આપી. આ સ્પીચમાં ભાષાએ મુખ્ય પ્રધાન અને સ્વામી સચ્ચિદાનંદ સહિત સૌને સંબોધીને કહ્યું કે ‘બધા મોટા લોકો આજે દોડાદોડી કરીને પૈસા કમાય છે અને પછી અમને વારસામાં આપીને જાય છે, પણ આ વારસો તો અમે પણ મોટા થઈને કમાઈ લેશું. જો અમારા માટે કંઈ મૂકી જવું હોય તો પાણી મૂકી જાજો. ઝાડ-પાન અને પર્યાવરણ મૂકી જાજો. એના વિના અમે જીવતા નહીં રહીએ. જો મારી વાત સાચી લાગતી હોય તો બધા હાથ ઊંચો કરીને શપથ લો કે તમે પાણી અને પર્યાવરણ માટે તમારાથી જે કંઈ થાય એ કરશો.’

આટલું કહ્યા પછી ભાષાએ પહેલાં ઑડિયન્સ પર અને પછી સ્ટેજ પર નજર ઘુમાવી. ઑડિયન્સમાં તો સૌના હાથ શપથ માટે ઊંચકાયેલા હતા, પણ સ્ટેજ પર બેઠેલા મહાનુભાવો અદબ વાળીને બેઠા હતા. ભાષાએ એ તમામને સંબોધીને કહ્યું કે ‘જો તમે પણ અમારા જેવડા છોકરાઓ માટે કંઈ કરવા માગતા હો તો હાથ લંબાવીને શપથ લો.’

થોડી ક્ષણો માટે તો સ્ટેજ પર બેઠેલા સૌ મહાનુભાવોમાં સન્નાટો છવાઈ ગયો, પણ એ પછી તરત જ નરેન્દ્ર મોદી અને સ્વામી સચ્ચિદાનંદે શપથ માટે હાથ લંબાવ્યો એટલે સ્ટેજના તમામ મહાનુભાવોએ પણ જમણો હાથ લંબાવીને શપથ લીધા એટલું જ નહીં; ભાષાની સ્પીચ પૂરી થઈ એટલે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષાને પોતાની પાસે બોલાવી અને તેની સાથે લગભગ પાંચેક મિનિટ વાત કરી. આ પાંચ મિનિટ દરમ્યાન આખો કાર્યક્રમ અટકી ગયો હતો. જે માણસની એક-એક મિનિટનો હિસાબ થતો હોય એ માણસ પાંચ મિનિટ નવ વર્ષની દીકરીને ફાળવે અને એ વાતચીત દરમ્યાન નાના છોકરાની જેમ ખડખડાટ હસે એ ખરેખર નવાઈની વાત હતી. આ નવાઈ BJP; ગુજરાત સરકારના અધિકારીઓ અને ફંક્શનમાં હાજર રહેલા સૌને તો લાગી; પણ સાથોસાથ દેશભરના મિડિયાવાળાઓને પણ લાગી.

ફંક્શન પૂÊરું થતાંની સાથે જ ભાષાની જબરદસ્ત ડિમાન્ડ નીકળી. સૌકોઈને ભાષાને મળવું હતું, ભાષાની સાથે વાત કરવી હતી, ભાષાએ નરેન્દ્ર મોદી સાથે શું વાત કરી એ જાણવું હતું અને નરેન્દ્ર મોદીએ ભાષાના કાનમાં શું કહ્યું એ પૂછવું હતું. આ સૌકોઈમાં પ્રિન્ટ મિડિયાની સાથે નૅશનલ અને રીજનલ ન્યુઝચૅનલો પણ સામેલ હતી.

ભાષા suઁફુીર્ક્ક સરતાજને કહે છે, ‘આ એક વીકમાં મેં ટીવીમાં અને પેપરમાં બાવીસ ઇન્ટરવ્યુ આપ્યા. આ બધા ઇન્ટરવ્યુમાં મને એક વાત બધાએ પૂછી છે કે મોદીસાહેબે તને કાનમાં શું કહ્યું. મોદીદાદાએ મને કોઈ એવી સીક્રેટ વાત કરી નથી. તેમણે મને કાનમાં સલાહ આપીને એટલું જ કહ્યું કે અત્યારે જેમ તને કોઈની બીક લાગતી નથી એમ ક્યારેય કોઈનાથી ડરતી નહીં. બીક લાગે તો ભગવાનનું નામ લેજે. બીક બધી ભાગી જશે.’

જેમની સામે ભલભલાની બોલતી બંધ થઈ જાય છે એ નરેન્દ્ર મોદીની સામે પણ એકી શ્વાસે પોતાનું વાક્ચાતુર્ય દેખાડી શકનારી ભાષા કોઈ માલેતુજાર ફૅમિલીની કે પછી ઉચ્ચ સ્તરીય બૌદ્ધિક પરિવારની દીકરી નથી. લેઉવા પાટીદાર પરિવારની દીકરી ભાષાના પપ્પા હિંમતભાઈ ખેડૂત છે અને અમરેલી જિલ્લાના ગારિયાધાર ગામે ખેતી કરે છે. ભાષાનાં મમ્મીને ગુજરાત સરકારમાં શિક્ષિકાની સરકારી નોકરી મળી હોવાથી તે સુરત રહે છે. હિંમતભાઈ અને રાજશ્રીબહેનને બે સંતાનો છે. ભાષા સૌથી નાની અને ભાષાનો મોટો ભાઈ માનુષ. માનુષ દસમા ધોરણમાં ભણે છે અને સુરત પાસે આવેલા વ્યારા ગામમાં આવેલી નવોદય વિદ્યાલયમાં ભણે છે. એક સામાન્ય મહેનતકશ પરિવારની દીકરી કઈ રીતે આવું વાક્ચાતુર્ય હાંસલ કરી શકી એ બાબતમાં હિંમતભાઈ કોઈ ખાસ સ્પષ્ટતા કરી શકતા નથી. હસતાં-હસતાં એટલું જ કહે છે, ‘ભગવાનની દેન, બીજું તો શું કહેવાય આમાં?’

હકીકત તો એ છે કે ભાષા માટે આ જ શબ્દો સાચા છે.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જી. જી. ઝડફિયા સ્કૂલમાં ભણતી ભાષાને નાનપણથી જ વાંચવાનો શોખ છે. ભાષા જ્યારે બાલમંદિરમાં ભણતી હતી ત્યારે તેણે એક સ્થાનિક સંસ્થા દ્વારા થતી fલોક-સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ટ્રોફી જીતી હતી. એ સમયે ભાષાનાં મમ્મી-પપ્પાને તો આ સ્પર્ધાની ખબર પણ નહોતી. દીકરી ટ્રોફી જીતીને આવી ત્યારે એ લોકોને ખબર પડી હતી. ભાષાનાં મમ્મી રાજશ્રીબહેન કહે છે, ‘અમારા માટે એ એક સુખદ આંચકો હતો અને એ પછી ભાષા હંમેશાં આવા સુખદ આંચકા આપતી રહી. ૨૦૦૭-૦૮માં ગુજરાત સરકારે જ્યારે ‘વાંચે ગુજરાત’ સ્લોગન આપ્યું ત્યારે પણ ભાષાએ એમાં ભાગ લીધો હતો અને સુરત શહેરમાં સૌથી નાની ઉંમરની વક્તા બનીને પાંચ હજાર માણસો વચ્ચે ‘મને ગમતું પુસ્તક’ વિષય પર સંબોધન કર્યું હતું. એ સમયે તેણે એક બુક વિશે વાત કરવાની હતી અને તોય તે નિયમ તોડીને પોતાનાં ફેવરિટ એવાં દસ પુસ્તકોની વાત કરીને આવી હતી.’

ભાષાને નિયમો તોડવા ગમતા હશે એવું ધારી શકાય. ગયા રવિવારના ફંક્શનમાં દેવળા ગામે તેણે પાણી અને પાણી બચાવવાના ફાયદાઓ વિશે વાત કહેવાની હતી, જે તેણે અસરકારક રીતે કરી. પણ એ પછી તરત જ તેણે સંપત્તિ અને વારસાની વાત સાથે જોડીને મહાયજ્ઞમાં હાજર રહેલા સૌને વિનંતી કરી હતી કે અમારા માટે વારસો મૂકી ન શકો તો વાંધો નહીં, પણ અમને જીવાદોરીસમું પાણી આપીને જજો. આ વાત કરવાની સાથે આ જ ફંક્શનમાં સૌની પાસે પાણી બચાવવા માટે શપથ લેવડાવવાનું કામ પણ ભાષાના મનનો તુક્કો હતો. ભાષા કોઈ ચપળ વક્તાની અદાથી કહે છે, ‘આવું કરવાથી ઑડિયન્સને મજા આવતી હોય છે એવું મેં જોયું છે. બાકી જો બધું નક્કી કરેલું બોલીએ તો ઘ્D વાગતી હોય એવું લાગે, ચૂપચાપ સાંભળવાનું અને પછી ઊભા થઈને ચાલતા થઈ જવાનું. પણ જો ઑડિયન્સ પાસે ઍક્ટિવિટી કરાવીએ તો એ એને ગમે. અગાઉ સ્કૂલમાં હું આવુંબધું કરતી એટલે મેં ત્યાં પણ એવું કરી લીધું.’

ભાષા જેટલી સરળતાથી અત્યારે વાત કરે છે એટલી જ સરળતાથી તેણે સ્ટેજ પર નરેન્દ્ર મોદી અને સ્વામી સચ્ચિદાનંદ સામે વર્તન કર્યું હતું અને સૌની પાસે પણ શપથ લેવડાવ્યા હતા. સ્વામી સચ્ચિદાનંદ કહે છે, ‘છોકરીનો આત્મવિશ્વાસ અદ્ભુત છે. કોઈનો ડર તેના મનમાં નહોતો. જીવનમાં દરેક કામની શરૂઆત આત્મવિશ્વાસના આધારે થતી હોય છે. તમામ પ્રકારની સુવિધા હોય, પણ આત્મવિશ્વાસ ન હોય તો માણસનું નિકંદન નીકળી જાય. પરંતુ અસુવિધાઓ વચ્ચે પણ આત્મવિશ્વાસ હોય તો માણસ સંપૂર્ણપણે નવા સમાજનું નર્મિાણ કરી શકે છે. હું તો માનું છું કે ભાષા જો આપણી આવતી પેઢીનું પ્રતિબિંબ હોય તો ચોક્કસપણે કહી શકાય કે ભારતને મહાસત્તા બનતાં કોઈ રોકી ન શકે.’

ભાષા માટે કહેવાયેલા આ શબ્દો સહેજ અતિશિયોક્તિ જેવા લાગે, પણ જો ભાષાને મળો કે ભાષા સાથે વાત કરો તો ચોક્કસપણે સ્વામી સચ્ચિદાનંદના આ વિચારો સાથે તમે પણ સહમત થઈ જાઓ. ભાષા અસ્ખલિત બોલી શકે છે. વિષય કોઈ પણ હોય, મુદ્દો કોઈ પણ હોય, સમસ્યા કોઈ પણ હોય; ભાષાને બોલવામાં કોઈ તકલીફ પડતી નથી. તેણે શબ્દો શોધવા નથી જવું પડતું કે ન તો શબ્દો માટે ફાંફાં મારવાં પડે છે.

ભાષા કહે છે, ‘સારા વિચાર અને સારી વાત કરવા માટે કરવા માટે જો કંઈ જરૂરી હોય તો એ વાંચન છે. વાંચવાથી વિચારશક્તિ વધે છે અને વિચારશક્તિ વધે તો એ વિચારોને વ્યક્ત કરવાની ક્ષમતા વધતી હોય છે. હું બહુ વાંચું છું. મારા ભણવાના વાંચવા સિવાય હું બીજું બધું પણ એટલું જ વાંચું છું. મને વાંચ્યા વિના ઊંઘ ન આવે. એક વખત મારી પાસે વાંચવાનું કંઈ નહોતું તો મેં મારા ભાઈની આઠમા ધોરણની ઇતિહાસની આખી ચોપડી વાંચી નાખી. થોડુંક સમજાણું, ઘણુંબધું ન સમજાણું. જે કંઈ ન સમજાણું એ બધા માટે મેં ટીચરથી માંડીને મમ્મીની પાસેથી જાણી લીધું. મોદીદાદાએ મને મારા ફેવરિટ હીરોનું પૂછ્યું ત્યારે મેં તેમને સ્વામી વિવેકાનંદ, ભગતસિંહ અને મંગલ પાન્ડેનાં નામ આપ્યાં એટલે પહેલાં તેમને આશ્ચર્ય થયું અને પછી પૂછ્યું કે અજય દેવગન ન ગમે? એટલે મેં ચોખવટ કરી કે તે ગમે, પણ મારા હીરો તો ભગતસિંહ અને એ લોકો છે. એ સમયે તેમની આંખો પહોળી થઈ અને પછી ખાલી એટલું કહ્યું, શાબાશ દીકરા, આજે મને સંતોષ છે.’

જે સમયે અઢળક ભાષાના મોઢેથી આવો જવાબ આવશે એ સમયે ખરેખર આપણને સૌને કહેવાનું મન થશે : શાબાશ દીકરા, આજે અમને સંતોષ છે.

પ્રધાનોએ પણ કહ્યું કે…

નરેન્દ્ર મોદી સાથે હસ્તધૂનન કરવાની તક સ્ત્ભ્ઓને મળે છે. તેમનો એક આછોસરખો સ્પર્શ લેવાની તક તેમના અત્યંત નજીકના લોકોને કે પછી ક્યારેક ચાહકોને મળે છે. નરેન્દ્ર મોદીના ઉચ્છ્વાસને માત્ર બે ઇંચના અંતરથી પામવાનો જશ તો જૂજમાં જૂજ લોકોને સાંપડે છે અને ભાષા વાઘાણીનો એમાં સમાવેશ થઈ ગયો. ભાષા અને નરેન્દ્ર મોદી બન્નેએ એટલી નજીકથી વાત કરી હતી કે તેમના બન્નેના ચહેરા વચ્ચે માંડ બે-અઢી ઇંચનું અંતર રહ્યું હતું. આ મુલાકાત પછી ખુદ ગુજરાત સરકારના પ્રધાનોએ પણ કહ્યું હતું કે મોદીસાહેબે ક્યારેય કોઈ વ્યક્તિને પોતાની આટલી નજીક આવવા નથી દીધી કે મોદીસાહેબ પોતે પણ કોઈની આટલી નજીક નથી ગયા. દસ વર્ષથી મુખ્ય પ્રધાનને નજીકથી ઓળખનારા તેમના પર્સનલ કાફલાના લોકોને પણ એ જ કારણે ભાષા અત્યંત લકી લાગી રહી છે. નરેન્દ્ર મોદી અને ભાષા વાઘાણી વચ્ચે જ્યારે વાર્તાલાપ ચાલતો હતો ત્યારે કેટલાક ચપળ ફોટોગ્રાફરોએ એ ક્ષણને મોબાઇલમાં ઝડપી લેવાની તક ઉપાડી લીધી હતી, પણ તેમની સાથોસાથ નરેન્દ્ર મોદીના કાર્યાલયના નજીકના અધિકારીઓએ પણ આ ક્ષણના ફોટોગ્રાફ પાડ્યા હતા. એ અધિકારીઓ પૈકીની એક વ્યક્તિએ ઑફ ધ રેકૉર્ડ કહ્યું હતું કે ‘જવાહરલાલ નેહરુ અને બાળકોની એક તસવીર ખૂબ જાણીતી થઈ છે એમ ભવિષ્યમાં નરેન્દ્ર મોદી અને ભાષાની એ ક્ષણનો ફોટોગ્રાફ બહુ પૉપ્યુલર થશે, જોજો તમે…’

લોક #લાડકવાય #દીકરી ભાષાનું વક્તવ્ય એક #સાંભળી એટલે મટકું #મારવાનું મન નો થાય તેમના વિશે #અચૂક વાંચજો અને આ દીકરી માટે અચૂક #share કરજો.

સંકલન- સાગર રામોલીયા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો