આ ગામની આખી પંચાયત મહિલા સંચાલિત છે, ગામમાં એક પણ ગુટકાની દુકાન પણ નથી

હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા બની ગઇ છે. તેમાં પણ દિવાળી નિમિત્તે ફોડાતા ફટાકડાને કારણે બેફામ વાયુ પ્રદૂષણ થાય છે. જો કે વેરાવળ તાલુકાના બાદલપરા ગામમાં છેલ્લા ચાર વર્ષથી દિવાળી નિમિત્તે ફટાકડા ફોડવામાં આવતા નથી. ગામ ની પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ જ ફટાકડા ન ફોડવાનો નિર્ણય લીધો છે.

આઝાદી બાદ ક્યારેય નથી થઇ ગ્રામ પંચાયતની ચૂંટણી

બાદલપરા ગામ પાંચ હજારની વસ્તી ધરાવતું ગામ છે અને તેને આદર્શ ગામનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. માત્ર એટલું જ નહીં, આ ગામમાં દેશની આઝાદી બાદ ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી પણ થઈ નથી અને સમરસ તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યું છે.

પ્રદૂષણને લઇ ગુજરાતનું આ ગામ નિશ્ચિંત, છેલ્લા ચાર વર્ષથી નથી ફોડતું ફટાકડા

આખી ગ્રામ પંચાયત મહિલા સંચાલિત

આ ગામની આખી પંચાયત મહિલા સંચાલિત છે, ગામમાં એક પણ ગુટકાની દુકાન પણ નથી, તેમજ સ્વચ્છતા માટે પણ અનેક એવોર્ડ મેળવ્યા છે, ત્યારે ગામ લોકોએ ફટાકડા ન ફોડીને પણ સમાજને એક અનોખી રાહ ચીંધી છે.

બાળકો પણ ફટાકડા ફોડવાની હઠ કરતા નથી

ગામના રહેવાસી ભીખાભાઇ બારડે જણાવ્યા મુજબ, ભારત ભરમાં તમામ જગ્યાએ ફટાકડા ફોડવામાં આવે છે પણ અમારા ગામના બાળકો ફટાકડા ફોડતા નથી. પરંતુ દિપ પ્રગટાવી નવા વર્ષને વધાવે જ્યારે બાળકો પણ ફટાકડા ફોડવાની હઠ લેતા નથી. બાદલપરા

આ ગામની આખી પંચાયત મહિલા સંચાલિત છે

સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો દ્વારા જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમારા ગામમાં તો લગ્ન પ્રસંગે ડીજે પણ વગાડવામાં આવતું નથી.

રાજેશ ભજગોતર, વેરાવળ

બાળકો પણ ફટાકડા ફોડવાની હઠ લેતા નથી

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

શા માટે આ ગામ અલગ છે ?

વળુ વાળા દલિત સમુદાયના છે અને તેમનું માનવુ છે, “મેં અહિયાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ અનુભવ્યો નથી.”

“ગામના તમામ જાહેર કાર્યક્રમો, તહેવારો અને મંદિરોમાં દલિતોને સમાન મહત્ત્વ આપવામાં આવે છે.”

વળુ વાળા સહિત અનેક લોકોનું એવુ માનવું છે કે ગામનાં મહિલા આગેવાનોના કારણે દલિતો અને મહિલાઓને ગામની નીતિઓમાં પ્રાધાન્ય મળે છે. જેના લીધે આ ગામની વાત અન્ય ગામ કરતાં જુદી તરી આવે છે.

ગામનાં સરપંચ દેવી કચોટે કહ્યું હતું, “ફૂટપાથના બ્લૉક્સ હોય કે વૃક્ષારોપણ કે પછી પાણીનાં કનેક્શન, અમે ખાસ ધ્યાન રાખીએ છીએ કે દલિત સમાજને પ્રાધાન્ય મળે.”

બાદલપરા ગ્રામ પંચાયતનાં વરિષ્ઠ સભ્ય રમા પંપાણિયાનું જીવન તેમનાં ઘર, ખેતર અને ગ્રામ પંચાયત ફરતે ફર્યા કરે છે.  તેમણે જણાવ્યું, “અમારી પાસે ગામમાં જરૂરી તમામ સગવડો છે.” “પાણી, ગટર, શૌચાલય કે વીજળીને લગતા કોઈ પ્રશ્નો નથી. પંચાયતનાં મહિલા સદસ્યો દ્વારા તમામ પ્રશ્નોનું સમયસર યોગ્ય નિરાકરણ કરવામાં આવે છે.”

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો