AMTSની બસમાં 6 તોલા સોનુ અને રૂપિયા 55,000 રોકડા સાથે પોતાનું પાકિટ ભૂલી જનારી મહિલાને ડ્રાઇવર-કંડકટરની ઇમાનદારીથી પર્સ હેમખેમ પરત મળ્યું

AMTS બસના કર્મચારીઓ બેફામ બસ ચલાવવા માટે કુખ્યાત છે. આજે પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરની AMTSની બસમાં 6 તોલા સોનુ અને રૂપિયા 55,000 રોકડા સાથે પોતાનું પાકિટ ભૂલી જનારી મહિલાને તેનું પર્સ પરત મળ્યાંનો કિસ્સો સામે આવ્યો છે.

ઉસ્માનપુરાથી AMTSની રૂટ નંબર 13/1 બસમાં એક મહિલા બપોરના સમયે ચઢયા હતા પછી તેઓ બસમાં પોતાનું પર્સ ભૂલી ગયા હતા. તે અંગે તેમણે લાલ દરવાજા કચેરી ખાતે જાણ કરી હતી જેથી તાત્કાલિક બસના ડ્રાઇવર-કંડકટરનો સંપર્ક કરી મહિલાનું પર્સ શોધાયું હતુ અને મહિલાને પરત કરવામાં આવ્યું હતુ. આમ, આ પર્સમાં ૫૫ હજાર રૃપિયા રોકડા અને છ તોલા સોનું હતુ.

શહેરના જુનાવાડજ વિસ્તારમાં આવેલા ગાંધીઆશ્રમ સામેના ભાગમાં આવેલી બાપુ સ્મૃતિ સોસાયટીમાં 72 વર્ષીય પુષ્પાબહેન ઇશ્વરલાલ સોલંકી રહે છે. તેઓ આજે બપોરના સમયે 2.25 વાગે ઉસ્માનપુરાથી છસ્જીની રૂટ નંબર 13/1 બસમાં બેઠા હતા પછી તેઓ ત્યાંથી લાલ દરવાજા પહોંચ્યા હતા જ્યાં તેમને ખબર પડી હતી કે, તેઓ પોતાનું પર્સ બસમાં જ ભૂલી ગયા છે જેથી તેમણે લાલદરવાજાની કચેરીનો સંપર્ક કર્યો હતો તેથી AMTSના સ્ટાફ દ્વારા બસના ડ્રાઇવર અને કંડકટરનો સંપર્ક કરાયો હતો જયાં તેમણે પુષ્પાબહેનનું પર્સ શોધીને તેમને પરત કર્યું હતુ.

આમ 55 હજાર રોકડા અને છ તોલા સોનું હોવા છતાં પણ પુષ્પાબહેનનું ખોવાયેલું પર્સ તેમને પરત મળતાં તેઓમાં હર્ષની લાગણી ફેલાઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો