એક આઇડિયા અને 19 વર્ષનો આ પટેલ છોકરો બન્યો 100 કરોડનો માલિક

સામાન્ય રીતે કોઇ પણ ટીનેજ જ્યારે 17 કે 19 વર્ષની ઉંમરે હોય ત્યારે તેના મનમાં કરિયર અને ભવિષ્યના સપનાંઓ ચાલતા હોય છે. પરંતુ UKમાં રહેતો અક્ષય રૂપારેલીયા વિદેશમાં જઇ વસતા તમામ ગુજરાતીઓ માટે પ્રેરણાદાયી બની ગયો છે. આ ગુજરાતી યુવાનની કમાણી એટલી છે કે, વિદેશીઓ તેની આગળ પાછળ ફરતા થઇ જાય.

અક્ષય બ્રિટનમાં સૌથી યુવા મિલિયોનરમાંથી એક બની ગયો છે. તેની ઓનલાઇન એસ્ટેટ એજન્સીના બિઝનેસનું મૂલ્ય 1.2 કરોડ પાઉન્ડ (એટલે કે, અંદાજિત 100 કરોડ) રૂપિયા છે.

માત્ર 19 વર્ષની ઉંમરે અક્ષયે ભણતાં-ભણતાં જ પ્રોપર્ટી ડીલમાં ઝંપલાવ્યું. આજે તે ઓનલાઇન બિઝનેસ પ્રોપર્ટી વેચવાનું કામ કરે છે અને તેના બદલામાં ચાર્જ વસૂલે છે. અક્ષયની કંપની રિયલ એસ્ટેટ એજન્ટ્સ કરતાં ખૂબ જ ઓછો ચાર્જ લે છે.

આ રીતે કરે છે કમાણી

– અક્ષયએ શરૂ કરેલી પોર્ટલ ડોરસ્ટેપ.કો.યુકે વર્ષ 2017માં બ્રિટનના 18 ક્રમની સૌથી મોટી એસ્ટેટ એજન્સી જાહેર થઇ હતી.

અક્ષયે અત્યાર સુધી 10 કરોડ પાઉન્ડની પ્રોપર્ટીનું વેચાણ કરી નાંખ્યું છે.

– એજન્સી ખોલ્યાના થોડાં મહિનાઓમાં જ એક પછી એક ઓનલાઇન ડીલ મળવા લાગી. તેણે 60,000 રૂપિયાથી પોતાની કંપની શરૂ કરી હતી.

– આજે જ્યાં ભારતમાંથી વિદેશ જઇ ઇન્ડિન્સે નોકરી શોધવી પડે છે ત્યારે આ ગુજરાતી મૂળના અક્ષયે પોતાનો બિઝનેસ ચલાવવા માટે 12 લોકોને નોકરી પર રાખ્યા છે.

અક્ષયને ઓફ્સફોર્ડ યુનિવર્સિટીમાંથી મળી ઓફર

– અક્ષય રૂપારેલીયાને ઓફ્સફોર્ડ યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સ અને મેથેમેટિક્સનો અભ્યાસ કરવાની ઓફર મળી હતી. પરંતુ તેણે તેના બિઝનેસને જ આગળ વધારવાનું નક્કી કર્યુ છે.

અભ્યાસની સાથે સાથે અક્ષયે પ્રોપર્ટીમાં ડિલ કરવાનું શરૂ કર્યું હતું

– અક્ષયે જ્યારે આ કંપનીની શરૂઆત કરી ત્યારથી પ્રોફિટમાંથી દર મહિને 500 પાઉન્ડ પોતાના પગાર માટે લેવાનું શરૂ કર્યુ હતું. જે હવે વધારીને 1000 પાઉન્ડ કરી દીધા છે.

અક્ષયની ગણના બ્રિટનનાં સૌથી યુવાન મિલિયોનરમાં થાય છે. હાલ તે નોર્થ લંડનમાં રહે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો