અમદાવાદના રસ્તા પર હવે બસ ચલાવતી જોવા મળશે મહિલા, પતિના મોત બાદ પત્નીએ મેળવી ડ્રાઇવરની નોકરી, હવે BRTS બસ ચલાવશે

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા રેખાબેન કહાર (Rekhaben Kahar) હવે રસ્તા પર બીઆરટીએસ (Ahmedabad first woman BRTS driver)ચલાવતા જોવા મળશે. એક મહિલા જ્યારે બીઆરટીએસ બસ ચલાવવા જઈ રહ્યા છે ત્યારે તેમનો થોડો પરિચય મેળવીએ. વાસ્તવમાં રેખાબેનની ચર્ચા હવે દરેક જગ્યા પર છે. આ પાછળનું કારણે તેમનું ડ્રાઇવિંગ છે. હવે અમદાવાદના દરેક વિસ્તારના લોકો રેખાબેનને જાણશે. કારણ કે આગામી દિવસોમાં રેખાબેન રસ્તા પર બીઆરટીએસ લઇને નીકળશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદના સાંકડા રસ્તા પર કેવી રીતે બસ ચલાવવી, કેવી રીતે ટર્ન લેવો સહિતની નાની નાની વાતો રેખાબેન સારી રીતે જાણે છે. આમ જોઈએ તો રેખાબેન છેલ્લા પાંચ વર્ષથી આ તમામ વસ્તુઓ જાણતાં હતા પરંતુ મહિલા હોવાના નાતે તેમને નોકરી મેળવવામાં ઘણી તકલીફ પડતી હતી. એમાં પણ જ્યારે બોલચાલમાં પણ મહિલા ડ્રાઈવિંગ પર કોમેન્ટ થતી હોય ત્યારે તેમની આવડત પર નોકરી આપનાર શંકા કરતા હતા.

આ અંગે રેખાબેન કહારનું કહેવું છે કે,”જ્યારે તેઓ આરટીઓમાં લાઇસન્સ માટે ગયા ત્યારે બારી પર બેઠેલા કર્મચારી તેમની સામે જોવા લાગ્યા હતા અને પૂછ્યું હતું કે ખરેખર તમે હેવી વ્હીકલ લાઇસન્સ માટે આવ્યા છો? શું તમે હેવી વ્હીકલ ચલાવી શકશો?” એટલે કે લાઇસન્સ માટે રેખાબેને જાણે અગ્નિ પરીક્ષામાંથી પસાર થવાનું હોય તેવું અનુભવ્યું હતું અને લાઇસન્સ મેળવ્યું હતું.

પતિના મોત બાદ રેખાબેનને નોકરી મળી
તમામ મુશ્કલીઓ બાદ રેખાબેનનો સૂર્યોદય થયો અને તેમને બીઆરટીએસમાં નોકરી મળી હતી. જોકે, આ નોકરી કરવા પાછળ તેમની મજબૂરી પણ જવાબદાર છે. રેખાબેનના લગ્ન 2006માં થયા હતા. કદાચ વિધાતાને મંજૂર ન હોય એમ વર્ષ 2015માં રીક્ષા અકસ્માતમાં તેમના પતિનું મોત થયું હતું. લગ્ન જીવન દરમિયાન બંને બાળકોની જવાબદારી તેમની પર આવી પડતા તેઓ ડ્રાઇવર બની ગયા હતા.

મહિલા ડ્રાઇવર અંગે રેખાબેન કહાર કહે છે કે, ક્યારેય જિંદગીમાં હારવું ન જોઈએ. પતિ નથી ત્યારે બસ ચલાવું છું તો સમાજના લોકો કંઈ પણ વિચારે છે. જોકે, મારા માટે મારા બાળકોનું ભવિષ્ય વધારે મહત્ત્વનું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરનાં રેખાબહેન કહાર BRTS બસ ચલાવનાર એકમાત્ર મહિલા ડ્રાઇવર છે. રેખાબહેન જનવિકાસ સંસ્થામાંથી ડ્રાઈવિંગ શીખ્યા બાદ અમદાવાદમાં એક વર્ષ કેબ ચલાવી હતી. તેમના આ અનુભવના આધારે તેમને BRTSનાં ડ્રાઇવર તરીકે નોકરી મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો