અમદાવાદનો અનોખો રીક્ષાવાળો: પેસેન્જર પાસેથી નથી માંગતો ભાડું, કારણ જાણીને તમે પણ કરશો વખાણ

આજના મોંઘવારીના યુગમાં લોકો પૈસા કમાવા માટે કઈ પણ કામ કરે છે પરંતુ આજે અમદાવાદના એક એવા રીક્ષા ચાલકની વાત કરાવી છે, પોતાની રીક્ષામાં લોકોને મુસાફરી કરાવે છે પણ ક્યારેય પૈસાની માંગણી કરતા નથી અને જ્યારે મુસાફર પૈસાનું પૂછે ત્યારે રીક્ષા ચાલક એમ કહે છે કે, તમારે જે ઈચ્છા હોય તો આપો નહીંતર ચાલશે. આ રીક્ષા ચાલકનું નામ ઉદયભાઈ જાદવ છે અને તેઓ ‘સૌને પ્રેમ કરો’ની ભાવનાથી રીક્ષા ચલાવે છે અને સાથે-સાથે ‘અતિથી દેવો ભવ:’ની પરંપરાને પણ આગળ વધારી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઉદયભાઈએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું એક સામાન્ય પરિવારનો માણસ છું અને જોઈન્ટ ફેમીલી સાથે રહું છું. મને મનમાં એવો ભાવ થયો કે, આપણે લોકોને શું આપી શકીએ બસ ત્યારથી હું લોકોને સારા વિચાર અને પ્રેમ આપવાનું કામ કરું છું અને આ કામથી મને ખૂબ આનંદ આવે છે.

મારી રીક્ષામાં બૂક છે, પેપર છે, કચરાની પેટી છે , જો કોઈ નાના બાળકો મારી રીક્ષામાં આવે તો તેમને હું ચોકલેટ આપું છું અને સાવ નાના બાળકો રડતા હોય તો તેમને શાંત કરવા માટે રમકડા પણ રીક્ષામાં રાખ્યા છે. રીક્ષામાં બેસતા મુસાફરો માટે સત્ય અને પ્રેમના બોક્સમાં પાણી અને નાસ્તો રાખું છું.

ઉદયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલા હું મુસાફરો માટે બહારથી નાસ્તો ખરીદતો હતો અને હવે મારી વાઈફ મને નાસ્તો બનાવીને આપે છે. જેથી મુસાફરોનું હું સુખડી, થેપલા, પૂરી આપીને સારા વિચાર લોકોને આપવાનું કામ કરું છું અને આ કામથી મને અનેરો આનંદ મળે છે.

મહત્ત્વની વાત એ છે કે, સર્વધર્મ એકની ભાવના ધરાવતા ઉદયભાઈએ દરેક ધર્મના ભગવાનના ફોટાઓ પોતાની રીક્ષામાં લગાવ્યા છે અને તેઓ સવારે નિયમિત બધા ભગવાનની પૂજા પણ કરે છે. મુસાફર જ્યારે રીક્ષામાંથી નીચે ઉતરે છે ત્યારે ઉદયભાઈ ‘પે ફ્રોમ યોર’ના લખાણ વાળું બોક્સ આપે છે અને આ બોક્સમાં મુસાફર જેટલા પણ રૂપિયા પણ તે લઇલે છે અને ગ્રાહક પૈસા ન આપે તો પણ તેઓ પૈસા લીધા વગર જતા રહે છે.

ઉદયભાઈએ ગાંધીજીના ‘મારું જીવન એજ મારો જીવન મંત્ર’ પરથી પ્રેરણા લઇને પોતાની રીક્ષામાં ગાંધીજીના જીવન સાથે જોડાયેલા કેટલાક ચિત્રો કંડારેલા છે. ઉદયભાઈની રીક્ષામાં અમિતાભ બચ્ચન, કાજોલ, મોરારીબાપુ અને ગુજરાતના મંત્રીઓ સહિત અનેક લોકોએ સફર કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..
­

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો