એકના એક દીકરાના મૃત્યુનાં 3 વર્ષ બાદ સાસુ-સસરાએ વહુને દીકરી બનાવીને કર્યું કન્યાદાન

ઘણી વખત કોઈ ફિલ્મ કે ટીવી સિરિયલમાં સાસુ-સસરા તેમના દીકરાના મૃત્યુ બાદ વહુનું કન્યાદાન કરીને તેને નવી જિંદગી જીવવાનો મોકો આપતા આપણે જોયું છે. ફિલ્મી લાગતી આ વાત મધ્ય પ્રદેશમાં હકીકતમાં જોવા મળી. દીકરાનું કેન્સરને લીધે મૃત્યુ થયા બાદ સાસુ-સસરાએ વહુના માતા-પિતા બનીને તેના બીજા લગ્ન કરાવ્યા.

એસબીઆઈના મેનેજર પદ પરથી નિવૃત્ત મુકેશભાઈ શાહનો એકનો એક દીકરો અંકુશ શાહના લગ્ન વર્ષ 2014માં કિંજલ સાથે થયા હતા. કિંજલે એમબીએનો અભ્યાસ કર્યો છે. લગ્ન બાદ અચાનક અંકુશનું સ્વાસ્થ્ય ખરાબ રહેવા લાગ્યું. આ દરમિયાન કિંજલ ગર્ભવતી હતી. ડોક્ટરની તપાસમાં અંકુશને પેટના કેન્સર હોવાનું સામે આવ્યું. પરિવારે તેની સારવારમાં કોઈ કસર બાકી ન રાખી. દિલ્હી અને મુંબઈની બેસ્ટ હોસ્પિટલમાં લાખો રૂપિયાની સારવાર કરાવી, પરંતુ કેન્સર સામે અંકુશની હાર થઈ. 15 માર્ચ, 2017ના રોજ તેણે દુનિયાને અલવિદા કહી દીધું.

લાડકા દીકરાના મૃત્યુ પછી આખો પરિવાર ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. અંકુશ અને કિંજલની હાલ સાડા 3 વર્ષની દીકરી તશવી પણ છે. કિંજલના સાસુ-સસરાએ તેને દીકરીની જેમ રાખી. કિંજલ અને તશવીના ભવિષ્યનું વિચારીને સાસુ-સસરાએ વહુના બીજા લગ્ન કરવાનું વિચાર્યું. બે વર્ષ સુધી તેમણે કિંજલ માટે યોગ્ય પાર્ટનરની શોધ કરી. આખરે 10 ફેબ્રુઆરીએ સાસુ-સસરાએ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા તેજસ શાહ સાથે કિંજલના લગ્ન કરાવ્યા. તેમણે લગ્નમાં કિંજલના માતા-પિતા બનીને કન્યાદાન પણ કર્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો