સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ, લકવાગ્રસ્ત પિતા માટે દત્તક પુત્રી પારુલ પટેલે શિક્ષિકાની નોકરી છોડી શરુ કર્યો પશુપાલનનો ધંધો, આજે કરે છે લાખોની કમાણી

આણંદ જિલ્લામાં (Anand) સ્ત્રી સશક્તિ કરણના (Women empowerment) ઉત્તમ ઉદાહરણ સાથે પિતા પ્રત્યે પુત્રીનું ઉત્તમ (father-daughter) કર્તવ્ય એક દીકરીએ પૂરું પાડ્યું છે. આણંદ જિલ્લાના આણંદ શહેરમાં રહેતા પારુલ પટેલની (Parul Patel) વાત એવી છે કે તેઓ ધોરણ 6માં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના સગામાં થતાં ફૂવા હર્ષદ પટેલે તેમને દત્તક પુત્રી તરીકે અપનાવ્યા હતા.

હર્ષદભાઈએ 7થી 8 વર્ષ અગાઉ શરીર પર લકવો થયો ત્યારે આ દત્તક પુત્રી પારુલ પટેલે પોતાના દત્તક લેનાર પિતા હર્ષદ પટેલની સેવા કરવા માટેની નોકરી છોડી દીધી અને પિતા હર્ષદભાઈની સેવા કરી અને આજે તેમને દત્તક લેનાર પિતાનું સ્વાસ્થ્ય સારું છે.

હલન ચલન કરી શકે છે તેમની પોતાની શારીરિક ક્રિયા કરી શકે છે. નોકરી છોડી દીધા પછી પોતાના પાલક અને દત્તક લેનાર પિતાની પ્રેરણાથી પારુલ પટેલે ગાયનો તબેલો શરુ કર્યો અને ભારે સફળતા મેળવી છે.

પારુલ પટેલે પોતાના પાલક અને તેણીને દત્તક લેનાર પિતા હર્ષદ પટેલની પ્રેરણાથી ગયોનો તબેલો શરુ કર્યો અને શરૂઆત પારુલ પટેલે 1 ગાયથી કરી હતી. ત્યારે પશુપાલન વિભાગનું માર્ગદર્શન પણ મેળવ્યું હતું.

આજે પારુલ પટેલ પાસે ગાય અને ગાયની વાછરડી સહિત 123 જેટલી ગાયો છે. રોજ સવા 300થી 300 લીટર દૂધ પારુલ પટેલ અમુલ ડેરીમાં મોકલે છે. પારુલ પટેલ માસિક 9 હજાર અને વાર્ષિક 1 લાખ લીટર દૂધ અમુલ ડેરીને વેચાણ કરે છે.

અમુલ ડેરીની પશુપાલકોને આપવામાં આવતા બોનસની આવક સાથે 8થી 10 લાખની આવક મેળવે છે. સ્ત્રી સશક્તિકરણનો ઉત્તમ ઉદાહરણ તો છે. સાથે સાથે પોતાને દત્તક લેનાર લકવા ગ્રસ્ત પિતાની સેવા કરવા શિક્ષિકાની નોકરી છોડી પિતાની સેવા કરી પિતાને ચાલતા અને હરતા ફરતા કરી દીધા પુત્રી વાત્સલ્યનું પણ ઉત્તમ ઉદાહરણ છે.

પારુલ પટેલ એ દીકરી માટે કહેવાતી દીકરી વહાલનો દરિયો, માતાપિતાની સાચી મૂડી દીકરી, દીકરી ઘરની લક્ષ્મીએ પોતાના દત્તક પિતા માટે સાર્થક કરી છે. સાથે સાથે સફળ પશુપાલક તરીકે સફળતા મેળવી સ્ત્રી સશક્તિ કરણનું મજબૂત ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો