વાલીઓએ બાળકનાં પરિણામથી હતાશ થયા વગર જે કંઈ પણ પરિણામ આવ્યું તેને સ્વીકારી બાળકને સપોર્ટ કરવો જોઈએ

સામાન્ય રીતે માર્ચ મહિનામાં પરીક્ષાનો માહોલ જામતો હોય ત્યારે પણ વાલીઓનાં માથે બાળકોની પરીક્ષાને લઈને ટેન્શન રહેતું હોય છે. હવે તેના કરતાં વધુ ટેન્શન હાલમાં ચાલી રહેલી પરિણામોની સિઝનમાં જોવા મળતું હોય છે. આવા સંજોગોમાં વાલીઓએ બાળકો સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. બાળકનાં પરિણામથી હતાશ થયા વગર જે કંઈ પણ પરિણામ આવ્યું તેને સ્વીકારી તેના ભાવિ અંગે વિચાર કરી યોગ્ય નિર્ણય લેવા જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બાળકો સાથે માતા-પિતાના વ્યવહાર ખૂબ મહત્વના સાબિત થાય છે. આવા સંજોગોમાં બાળકોને વાલીઓએ પુરતો સપોર્ટ કરવો જોઈએ. બાળકોને નાપાસ થવા પર અથવા ઓછું પરિણામ લાવવા પર ધમકાવવામાં આવે તો ક્યારેક ખરાબ પરિણામ પણ ભોગવવા પડતાં હોય છે, તેથી આવા સંજોગોમાં વાલીઓએ તેનાં બાળકને સમઝવું અને તેની સાથે વાત કરવી હિતાવહ રહે છે. એક જાણીતા મનોવૈજ્ઞાનિકે આપેલી કેટલીક મહત્વની ટીપ્સ અહીં પ્રસ્તુત છે.

માતા-પિતાની મહત્વની ભૂમિકા રહે છે

મનો વૈજ્ઞાનિકનું કહેવું છે કે, પરીક્ષા દરમિયાન અને તેના પછી માતા-પિતાની બાળકો પ્રત્યે મહત્વની ભૂમિકા બની જાય છે. બાળકો મોટાભાગની જીવન નિર્વાહની બાબતો માતા-પિતા પાસેથી જ શીખતા હોય છે. જવાબદાર માતા-પિતા તરીકે આવા સંજોગોમાં બાળકોને યોગ્ય રસ્તો બતાવવો જોઈએ. રિઝલ્ટનું મહત્વ પણ બાળકોને માતા-પિતાએ જ સમજાવવું જોઈએ. વાલીઓએ માત્ર રિઝલ્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી દૂર રહેવું જોઈએ.

બાળકોને માત્ર રિઝલ્ટ ઓરિએન્ટેડ ન બનાવો

મનોવૈજ્ઞાનિક વધુમાં જણાવે છે કે, માતા-પિતાએ એ બાબતનું ધ્યાન રાખવું જરૂરી બને છે કે ઘરનું વાતાવરણ સારું બની રહે. રિઝલ્ટનાં સમયે બાળકો સાથે સારી પેઠે વર્તન કરવું જોઈએ. એવું જરૂરી નથી કે જે બાળકોનું રિઝલ્ટ સારૂં હોય તેમનું જ ભવિષ્ય સારું હોય. માતા-પિતાએ હંમેશાં એવી તૈયારી રાખવી કે બાળક નાનપણથી જ રિઝલ્ટ કરતાં વધુ સારું કામ કરે. કોઈપણ પરીક્ષાનું રિઝલ્ટ એ બાળકની કાર્યક્ષમતાનું માપદંડ નથી હોતું.

બાળકોને સ્ટ્રોસથી દૂર રાખો

દરેક માતા-પિતાએ ફક્ત પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરવું નહીં. આવું કરવાથી બાળકો અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી, કારણ કે તેઓને પરિણામ વિશે ફક્ત કહેવામાં આવે છે. તેના કારણે બાળકો તણાવમાં ખોટાં પગલાં લેતા હોય છે. માતા-પિતાએ શક્ય તેટલી બાળકો સાથે વાત કરવી જોઈએ અને તેમને ઘરે સારું વાતાવરણ આપવું જોઈએ. બાળકોને હંમેશાં સ્ટ્રેસથી દૂર રાખવા જોઈએ.

EMOTIONAL QUOTIENT સફળતા અપાવે છે

બાળકોને માત્ર પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરતા શીખવવા કરતાં બાળકોને અનુભૂતિ અપાવવી જોઈએ કે, તેઓ ફક્ત પરિણામો માટે જ તેમને પ્રેમ કરતા નથી. તેથી જ એવું કહેવામાં આવે છે કે ઇમોશનલ વાતચીત બાળકોમાં શ્રેષ્ઠતા અપાવે છે જે સફળતા પણ અપાવે છે. 80 ટકા ઈમોશનલ કન્સર્ટ અને માત્ર 20 ટકા આઇક્યુ તમારી સફળતા નક્કી કરે છે.

બાળકો સાથે સારો વ્યવહાર કરો

જો બાળકોનું પરિણામ ખરાબ છે તો આવી સ્થિતિમાં માતા-પિતાએ તેમની સાથે સારી રીતે વર્તવું જોઈએ. એવી કોઈ વાતો ન હોવી જોઈએ કે તેનાથી બાળકો કોઈ ખોટું પગલું ભરી લે. ઘરનું વાતાવરણ સારું રાખવું જોઈએ. માતા-પિતાએ બાળકોને સમજાવવું જોઈએ કે પરિણામ ફક્ત જીવનનો એક ભાગ છે, તેનાથી આગળ હજી ઘણીબધી તક હશે. બાળકોને દરેક પ્રકારની નિરાશામાંથી દૂર રાખવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો