નવસારીના ધોરણ 8 પાસ ગેરેજ મિકેનિકનો કમાલ, બનાવી ઈ-બાઈક જે 6 કલાકના ચાર્જિંગ બાદ 60 કિ.મી. ચાલે છે

અભાવો વચ્ચે પણ માણસ ચાહે તો પોતાની ક્ષમતાને આધારે સફળ થઈ શકે છે. નબળી આર્થિક સ્થિતિમાં પરિવારને મદદરૂપ થવા વર્ષોથી ગેરેજમાં કામ કરનારા નવસારીના યુવાને પોતાની મિકેનિક સ્કિલને પાંખ આપી અને વાહનોના કાટમાળનો ઉપયોગ કરીને બનાવેલી ઇલેક્ટ્રીક બાઇક લોકોને ઘણી પસંદ પડી રહી છે. હવે આ બાઈક લોકાર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.

હમજા કાગદી ધોરણ 8 સુધી જ ભણી શક્યો

નવસારીના દરગાહ રોડ ખાતે રહેતા હમજા કાગદી પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે ધોરણ 8 સુધી જ ભણી શક્યો અને અભ્યાસ છોડી ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરીને પરિવારને મદદરૂપ થવા લાગ્યો હતો. ઓટો મોબાઈલના ફિલ્ડમાં રૂચિ વધતાં હમજા એક કુશળ મિકેનિક બન્યો.

હમજાએ ઇ-બાઇકની બારીકી સમજ્યા બાદ બાઈક્સના તેમજ અન્ય કાટમાળ લાવીને તેમાથી પોતાની ડિઝાઇન બનાવી અને તેને આધારે ઇલેક્ટ્રીક બાઇક તૈયાર કરી છે. 6 કલાકના ચાર્જિંગ બાદ 60 કિલોમીટર ચાલતી હમજાની આ ઇ-બાઇકને જોઈ આસપાસના સહિત બહારથી આવતા લોકો પણ આકર્ષિત થઈ રહ્યા છે. નવી ડિઝાઇનમાં ઇ- બાઈક બનાવવા માટે ઓર્ડર પણ આપી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો