ગુજરાતીઓએ દરેક લહેરનો રેકોર્ડ તોડ્યો, 52 વર્ષમાં પહેલીવાર સરેરાશ 64% વોટિંગ

આખરે ગુજરાતે ઈતિહાસ રચ્યો. મતદારોએ બતાવી દીધું કે, તેઓ નિર્ધાર કરે છે ત્યારે આ જ રીતે ઈતિહાસ બદલાય છે. મતદારોએ 64% મતદાન કરીને 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 1967માં 63.77% વોટિંગ નોંધાયું હતું. મંગળવારે મોડી સાંજ સુધીમાં કુલ મતદાનની ટકાવારી 63.75 થઈ ગઈ હતી. ચૂંટણી પંચે ટકાવારી વધી શકે છે એમ જણાવ્યું હતું. જેથી 64 ટકાએ પહોંચે તેવી પ્રબળ શક્યતા છે. 52 વર્ષના ચૂંટણી ઈતિહાસમાં આ પહેલાં 1967માં નહેરુના સમયમાં 63.77% મતદાન થયું હતું.

2014માં મોદી લહેર સમયે માત્ર 0.11%થી આ રેકોર્ડ તૂટતા-તૂટતા બચી ગયો. ત્યારે 63.6% મતદાન થયું હતું. 2019ના મતદાને ઈન્દિરા લહેર, રામ લહેર, અટલ-મોદી લહેરના દરેક કીર્તિમાન તોડી નાંખ્યા. સૌથી વધુ 74.9% મતદાન વલસાડમાં જ્યારે સૌથી ઓછું 55.73% મતદાન અમરેલીમાં થયું. અમિત શાહની ગાંધીનગર બેઠક પર 64.95% મતદાન થયું. આ મતદાન સાથે જ ગુજરાતમાં ચૂંટણીનો ગરમાવો ખતમ થયો. હવે બસ 23 મેની રાહ જોવાય છે, જે દિવસે ચૂંટણીના પરિણામો આવવાના છે.

સૌથી વધુ વલસાડ બેઠક પર તો સૌથી ઓછું અમરેલી બેઠક પર મતદાન

રાજ્યમાં 4.51 કરોડ મતદારો માટે ઉભા કરવામાં આવેલા 51,851 મતદાન કેન્દ્રો પર મતદાન યોજાયું હતું. રાજ્યમાં સૌથી ઓછું મતદાન અમરેલીમાં 55.74 ટકા જ્યારે સૌથી વધુ વલસાડમાં 74.09 ટકા મતદાન થયું છે. તેમજ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં 71.43 ટકા અને દીવ-દમણ 65.34 ટકા મતદાન થયું છે.

કઈ બેઠક પર કેટલું મતદાન

બેઠકભાજપ ઉમેદવારકોંગ્રેસ ઉમેદવારમતદાનની ટકાવારી
કચ્છ‌વિનોદ ચાવડાનરેશ મહેશ્વરી57.53
બનાસકાંઠાપરબત પટેલપરથી ભટોળ64.71
પાટણભરતસિંહ ડાભીજગદીશ ઠાકોર61.74
મહેસાણાશારદા પટેલએ.જે. પટેલ65.04
સાબરકાંઠાદિપસિંહ રાઠોડરાજેન્દ્ર ઠાકોર67.21
ગાંધીનગરઅમિત શાહડૉ. સી.જે.ચાવડા64.94
અમદાવાદ(પૂ.)એચ.એસ પટેલગીતા પટેલ60.77
અમદાવાદ(પ.)ડૉ. કિરીટ સોલંકીરાજુ પરમાર59.82
સુરેન્દ્રનગરડો મહેન્દ્ર મુંજપરાસોમા ગાંડા પટેલ57.84
રાજકોટમોહન કુંડારિયાલલિત કગથરા63.15
પોરબંદરરમેશ ધડૂકલલિત વસોયા56.79
જામનગરપૂનમ માડમમૂળુ કંડોરિયા58.49
જૂનાગઢરાજેશ ચુડાસમાપૂંજા વંશ60.70
અમરેલીનારણ કાછડિયાપરેશ ધાનાણી55.74
ભાવનગરડૉ. ભારતી શિયાળમનહર પટેલ58.42
આણંદમિતેષ પટેલભરતસિંહ સોલંકી66.03
ખેડાદેવુસિંહ ચૌહાણબિમલ શાહ60.62
પંચમહાલરતનસિંહ રાઠોડવી.કે.ખાંટ61.69
દાહોદજશવંતસિંહ ભાભોરબાબુ કટારા66.05
વડોદરારંજન ભટ્ટપ્રશાંત પટેલ67.61
છોટાઉદેપુરગીતા રાઠવારણજિતસિંહ રાઠવા72.89
ભરૂચમનસુખ વસાવાશેરખાન પઠાણ71.77
બારડોલીપ્રભુ વસાવાતુષાર ચૌધરી73.57
સુરતદર્શના જરદોશઅશોક અધેવાડા63.98
નવસારીસીઆર પાટીલધર્મેશ પટેલ66.42
વલસાડડૉ. કે સી પટેલજીતુ ચૌધરી74.09

ચૂંટણી સંદર્ભે 43 ફરિયાદ મળી, સૌથી વધુ અમદાવાદમાં

ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે સમગ્ર રાજ્યમાંથી દિવસ દરમિયાન 43 ફરિયાદ મળી હતી. જેમાં સૌથી વધુ 11 ફરિયાદ અમદાવાદમાંથી મળી હતી. દિવસ દરમિયાન 43 ફરિયાદ મળી

4 વિધાનસભાની પેટાચૂંટણીમાં સરેરાશ 58.60 ટકા મતદાન

જ્યારે લોકસભાની સાથે સાથે યોજાયેલી ચાર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના મતદાનના આંકડા પર નજર કરીએ તો ઉંઝા-62, જામનગર(ગ્રામ્ય)-59.66, માણાવદર-57.68 અને ધ્રાંગધ્રા-55.07 ટકા મતદાન નોંધાયુ છે.

4 ગામમાં મતદાનનો બહિષ્કાર

રસ્તા અને પાણી મુદ્દે ડાંગના બે ગામો દાવદહડ અને ધુબડિયાના ગ્રામજનોએ મતદાન બહિષ્કાર કર્યો છે. પ્રથમ ત્રણ કલાકમાં એકેય મત પડ્યો નહોતો. જ્યારે જામનગરના લાલપુર તાલુકાના ભણગોર ગામમાં પડતર પ્રશ્નોને લઈ ગ્રામજનોએ ત્રણ કલાકમાં એકપણ મત આપ્યો નહોતો. જાફરાબાદ તાલુકાના સરોવડા પાણી અને રસ્તા મુદ્દે લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો અને 11 વાગ્યા સુધીમાં માત્ર બે જ મત પડ્યા હતાં. જો કે અમુક સ્થળોએ સમજાવટ બાદ મતદાન થયું હતું

371 ઉમેદવાર વચ્ચે જંગ

ગુજરાત લોકસભાની 26 બેઠકો પરથી કુલ 371 ઉમેદવાર ચૂંટણી લડ્યા છે. સૌથી વધુ ઉમેદવાર(31) સુરેન્દ્રનગર તો સૌથી ઓછા પંચમહાલ(6)માં છે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો