શિપમાંથી પડેલી મહિલાનો જીવ બચાવવા માટે 60 વર્ષીય કેપ્ટને 40 ફુટની ઊંચાઈએથી દરિયામાં માર્યો કૂદકો

મ્યાનમારમાં ડાલા પોર્ટ પર એક મહિલા અચાનક શિપ પરથી યંગુન નદીમાં પડી ગઈ હતી. આ મહિલાને બચાવવા માટે 60 વર્ષના કેપ્ટને 40 ફુટની ઊંચાઈથી દરિયામાં કૂદકો માર્યો અને મહિલાને મોતના મુખમાંથી બચાવી.

કેપ્ટન યૂ માઇન્ટે જણાવ્યું કે, અમારું શિપ ડાલા પોર્ટ પરથી રવાના થઈ રહ્યું હતું તે દરમિયાન 34 વર્ષીય મહિલા શિપમાંથી પડી ગઈ. આ મહિલા જ્યાં પડી, ત્યાં જ અન્ય એક શિપ ફુલ સ્પીડમાં આવી રહ્યું હતું. જો હું તેને ન બચાવત તો તે એ શિપની ઝપેટમાં આવી જાત.

વધુમાં કેપ્ટને કહ્યું કે, હું શિપ પર 40 વર્ષથી ફરજ બચવું છું. આટલા વર્ષોમાં હું ઘણા લોકોના જીવ બચાવી ચૂક્યો છું. મેં કેટલાના જીવ બચાવ્યા છે તેનો આંકડો પણ મને ખબર નથી. મારી ઉંમર થઈ ગઈ છે, જો મારો જીવ કોઈને બચાવતા જતો રહે તો ચાલશે પણ કોઈ જુવાનનો જશે તો મને ઘણું દુઃખ થશે. બસ આ જ વિચાર કરીને મેં દરિયામાં છલાંગ લગાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો