સ્વાધ્યાય પરિવારના 60 દંપતીઓએ 110 વૃક્ષ વાવીને પારાયણ કરી ભગવાનની જેમ વૃક્ષની પ્રાણ પ્રતિષ્ઠા કરી

ચાણસ્મા તાલુકાના દાણોદરડા ગામે સ્વાધ્યાય પરિવાર દ્વારા 60 દંપતીઓએ વૃક્ષમાં વાસુદેવની ભાવનાથી સામૂહિક દંપતી વૃક્ષારોપણ કર્યું હતું. 110 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. દંપતીએ બાળતરું તરીકે વૃક્ષનું પૂજન કરી શ્રીસુક્તમ અને નારાયણ ઉપનીષદ ની પારાયણ કરી ભગવાનની જેમ વૃક્ષની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ દંપતિ 100 દિવસ સુધી દરરોજ વૃક્ષ ને જળાભિષેક કરી નારાયણ ઉપનીષદની પારાયણ કરશે.

દાણોદરડામાં 60 દંપતીએ પ્રાણપ્રતિષ્ઠા કરી 110 રોપા વાવ્યા

તાજેતરમાં દાણોદરડા ગામના બસ સ્ટેન્ડ પાસે અડધા વીઘા જમીનમાં સ્વાધ્યાય પરિવાર દ્વારા સામૂહિક દંપતી વૃક્ષારોપણ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે જેમાં લીમડો, વડ, પીપળો, રાયણ, આસોપાલવ, ચીકુ, આંબો, જાંબુ, જામફળ, સીતાફળ, દાડમ સહિતના 110 વૃક્ષોનું 60 દંપતી અને અન્ય સ્વાધ્યાયી ભાઈ-બહેનો દ્વારા વાવેતર કર્યું હતું. જે દંપતીએ જે વૃક્ષનું પ્રાણ પ્રતિષ્ઠા સ્વરૂપે વાવેતર કરાયું છે તે વૃક્ષ ને તે દંપતી દ્વારા ઉપાસના કરી ઉછેર કરાશે. માધવવૃંદ દિન નિમિત્તે આ વૃક્ષારોપણ કર્યું હતું.

ગામના યુવકોએ 70,000 ભંડોળ એકત્ર કરી વૃક્ષોના ઉછેર માટે તાર ફેન્સીંગ કર્યું.

આ વૃક્ષનું રક્ષણ થાય તે માટે દાણોદરડા ગામના મહેસાણા સ્થાયી થયેલા 70 જેટલા યુવકોએ ભેગા મળી અંદાજે રૂ 70,000 જેટલું ભંડોળ એકત્ર કરી ને વૃક્ષોને ચારેતરફ ફેન્સીંગ તારની વાડ જાળી અને દરવાજો કરી આપી તેમજ અન્ય સહયોગ કરી વતન પ્રત્યે પ્રેમની ભાવના અદા કરી હતી. ગામમાં બસ સ્ટેન્ડ પાસે પડેલી જમીન જેસીબીથી સંમતળ કરી હતી. બાદમાં છ ફૂટના અંતરે ખાડા કરી તેમાં નદીની રેત અને છાણીયા ખાતરના થર કર્યા હતા. બાદમાં તેમાં પાણી રેડી 3 દિવસ ખુલ્લા રાખ્યા હતા અને ત્યારબાદ તેમાં વૃક્ષની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો