કેન્સર સામે લડી રહ્યો છે 5 વર્ષનો બાળક, ડોક્ટરે કહ્યું : હવે બાકી છે માત્ર 3 મહિનાનો જ સમય, પેરેન્ટ્સે સેશિયલ મીડિયા પર માગી મદદ

બ્રિટનના બર્મિંગહામમાં છેલ્લા એક વર્ષથી બ્લડ કેન્સર સામે લડી રહેલા 5 વર્ષના બાળકની સારવાર માટે સ્ટેમ સેલની જરૂરિયાત હતી. શરૂઆતમાં ડોનર અને બાળકના સ્ટેમ સેલ મેચ થતા નહોતા. આવી વિકટ પરિસ્થિતિમાં બાળકના માતાપિતાએ સોશિયલ મીડિયામાં મદદ માગી હતી. તેના બીજા જ દિવસે વરસાદ વચ્ચે છત્રી લઇને 10 હજાર લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. બધાની તપાસ કર્યા પછી તેમાંથી 3 ડોનરના સ્ટીમ સેલ બાળક સાથે મેચ થઈ ગયા હતા.

આવી રીતે થઈ કેન્સરની જાણ

– એક અહેવાલ પ્રમાણે આ બાળકનું નામ ઓસ્કાર સેક્સેલ્વી લી છે. તેને દુર્લભ ગણાતા કેન્સર લિમ્પોસાઈટિક લ્યૂકેમિયાની બીમારી છે. આ બીમારી બોનમેરો દ્વારા સામાન્ય બ્લડ સેલ પ્રોડ્યુસ ન કરવાને કારણે થાય છે.

– પિતા જેમ લી અને માતા ઓલિવા સેક્સેલ્વીએ જણાવ્યું હતું કે ઓસ્કારની આ બીમારીની જાણ તેમને ડિસેમ્બરમાં થઈ હતી. તેને પગમાં વાગ્યું હતું. ત્યારપછી તેના પગમાં લાલ રેશા જેવું દેખાયું હતું. ટેસ્ટ પછી આ બીમારી વિશે ડોક્ટરે તેમને જણાવ્યું હતું.

પોસ્ટ જોઇને હોસ્પિટલ બહાર લાગી 10 હજાર લોકોની લાઈન, વરસાદમાં પણ ઊભા રહ્યાં લોકો

હોસ્પિટલ બહાર લોકોની લાગી લાઈન

સોશિયલ મીડિયા પોસ્ટની એવી અસર થઈ કે લોકોને વરસાદ પણ નડ્યો નહીં. બીજા દિવસે લોકો હોસ્પિટલ પહોંચી ગયા અને સેલ ડોનેટ કરવા માટે ટેસ્ટ કરાવ્યો હતો. માસૂમ બાળકને બચાવવા માટે લોકો રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ટેસ્ટ માટે બર્મિંગહામ ચિલ્ડ્રેન હોસ્પિટલ સામે કલાકો સુધી લાઇનમાં ઊભા હતા. આમાંથી કેટલાક લોકો તો છત્રી લઈને લાઇનમાં ઊભા હતા.

પેરેન્ટ્સે માન્યો આભાર

ઓસ્કારના પેરેન્ટ્સે લોકોના ભરપૂર પ્રતિભાવ બદલ તેમનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘તમારા સપોર્ટ વગર આ સંભવ નહોતું. તમારા વગર અમે કંઈ કરી શકતા નહીં. જ્યારે અમને આ બીમારી વિશે જાણવા મળ્યું ત્યારે ડોક્ટરે કહ્યું હતું કે જો સ્ટેમ સેલ ડોનર ના મળ્યો તો ઓસ્કર ત્રણ મહિનાથી વધારે સમય જીવી શકશે નહીં. આ પછી મેં સોશિયલ મીડિયા પર મદદની અપીલ કરતી પોસ્ટ કરી હતી.’

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો