પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજની ગામડામાં રહેતી ગરીબ વિધવા મહિલાઓને મદદરૂપ થવા માટે સહાય યોજનાનું આયોજન કરવામાં આવ્યું

પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજની ગામડામાં રહેતી ગરીબ વિધવા ત્યકતા મહિલાઓને મદદરૂપ થવા માટે ઉત્તર ગુજરાત પાંચ ગામ લેઉવા પાટીદાર સામાજિક પરિષદ મહેસાણા દ્વારા જીવનનિર્વાહ, શિક્ષણ અને તબીબી સહાય યોજના શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ યોજના શરૂ કરવા માટે માત્ર બે માસમાં સમાજના દાતાઓએ રૂ.45 લાખ ની માતબર રકમનું દાન આપ્યું છે જુલાઈ માસ સુધી જે ફાળો એકત્ર થાય તેના વ્યાજમાંથી બહેનો માટે સહાય યોજના ચલાવવામાં આવશે.

નિયમો પ્રમાણે લાભાર્થી નક્કી કરવા માટે અને યોજનાના અમલીકરણ માટે સંડેર મણુદ બાલીસણા ભાન્ડુ અને વાલમ એમ પાચ ગામમાંથી ૧૫ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.

આ કમિટી અરજદારોના ફોર્મ સ્વીકારશે અને સહાય મળવાપાત્ર હશે તે અરજદારના ફોર્મ પરિષદને મોકલશે તેના ઉપર દસ સભ્યોની કમિટી દ્વારા પરિષદ એ નક્કી કરેલા નીતિ નિયમો પ્રમાણે અરજદારની પરિસ્થિતિ છે કે કેમ તેનું ક્રોસ ચેક કરશે અને ત્યારબાદ તેને આ યોજનાઓમાં લાભાર્થી તરીકે સમાવિષ્ટ કરવામાં આવશે. ત્રણે યોજનાઓમાં સહાય લાભાર્થીના બેન્ક એકાઉન્ટ માં જમા કરવામાં આવશે.

આ યોજના ચલાવવા માટે રૂ 45 લાખ ફંડ એકત્ર થયું છે હજુ જુલાઈ સુધી ફંડ એકત્ર કરવામાં આવશે ત્યારબાદ તેના વ્યાજમાંથી આ યોજના ચલાવવામાં આવશે જુલાઈમાસ થી યોજના શરૂ કરવાનું આયોજન છે. 40 મહિલાઓના ફોર્મ પરિષદને મળ્યા છે. સર્વપ્રથમ જીવનનિર્વાહ યોજના શરૂ કરવામાં આવશે જેમાં ગામડામાં રહેતા ગરીબ વિધવા ત્યકતા મહિલાને દર મહિને જીવનનિર્વાહ માટે સહાય આપવામાં આવશે. દર મહિને અંદાજે રૂ.1000 સહાય આપવાનું આયોજન છે ત્યારબાદ શિક્ષણ સહાય યોજના શરૂ કરાશે જેમાં તે મહિલાના સરકારી શાળામાં ભણતા દીકરા દીકરીને અભ્યાસ માટે સહાય આપવામાં આવશે .

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો