પાટીદાર સમાજની પ્રેરણાદાયી પહેલ: 42 લેઉવા પાટીદાર સમાજ દીકરીના જન્મ સમયે રૂ.25000ના બોન્ડ અને સમૂહલગ્નમાં જોડાતાં 50 હજારનું સર્ટી આપે છે

સમાજમાં પુરુષોની તુલનાએ સ્ત્રી જન્મદર ચિંતાજનક હદે દિવસે ને દિવસે ઘટી રહ્યો છે, જેના દુષ્પરિણામ સ્વરૂપ અનેક યુવાનો લગ્નથી વંચિત રહી જાય છે, કાં તો મન મનાવી અન્ય સમાજમાંથી કન્યા લાવવી પડે છે. સ્ત્રી-પુરુષ જન્મદરમાં પડેલી આ ખાઇ દૂર કરવા તેમજ બેટી બચાવો બેટી વધાવો અંતર્ગત સ્ત્રીભૃણ હત્યા થતી અટકાવવા દરેક સમાજ કટિબદ્ધ બન્યા છે. ત્યારે 42 લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ પાટણ દ્વારા દીકરીના જન્મ સમયે રૂ.25000ના બોન્ડ અને સમૂહલગ્નમાં જોડાતાં 50 હજારનું સર્ટી આપવાની પહેલ પ્રેરક બની છે.

દીકરીના જન્મનાં વધામણાં કરવા માટે શરૂ કરાઇ લક્ષ્મીવંદના…

42 લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ પાટણ દ્વારા દીકરીના જન્મને ઉત્તેજન મળે તેવા શુભ આશયથી લક્ષ્મીવંદના નામે યોજના શરૂ કરાઈ છે. જેમાં દીકરીના ભવિષ્યના આયોજન માટે 25 હજાર રૂપિયાના 18 વર્ષની મુદતના બોન્ડ જન્મ સમયે આપવામાં આવે છે. બે વર્ષથી શરૂ કરાયેલી આ યોજનાનો અત્યાર સુધીમાં 248 જેટલી દીકરીઓને લાભ મળ્યો છે.

સમૂહલગ્નને ઉત્તેજન આપવા માટે રૂ.50 હજારનું સર્ટી અપાય છે…

લગ્નમાં થતા ખર્ચ ઘટે અને સમૂહલગ્નને ઉત્તેજન મળે તે માટે 42 લેઉવા પાટીદાર સમાજ દ્વારા છેલ્લા ત્રણ દાયકાથી જાન્યુઆરી મહિનાના છેલ્લા રવિવારે સમૂહલગ્ન યોજવામાં આવે છે. આ સમૂહ લગ્નમાં ભાગ લેનાર દીકરીને સમાજ તરફથી રૂ.50 હજારનું સેવિંગ્સ સર્ટિફિકેટ આપવામાં આવે છે. જેનો લાભ અનેક દીકરીઓને મળ્યો છે.

દીકરીને કન્યા છાત્રાલયમાં રહેવા જમવાની ફ્રી સુવિધા અપાય  છે…

42 લેઉવા પાટીદાર સમાજ માત્ર દીકરીના જન્મને લઇને જ નહીં, પરંતુ તેના અભ્યાસ માટે પણ ચિંતિત છે. બેટી પઢાવો અંતર્ગત સમાજ દ્વારા નિમા કન્યા વિદ્યાલય અને કન્યા છાત્રાલય શરૂ કરાયાં છે. જેમાં છાત્રાલયમાં સમાજની દીકરીઓની વિનામૂલ્યે રહેવા અને ભોજનની સુવિધા પૂરી પડાય છે. > સેવંતીભાઇ કે. પટેલ, ઉપપ્રમુખ 42 લેઉવા પાટીદાર સમાજ પાટણ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો