ખેતીથી શકય છે કરોડોમાં કમાણી, આ છે દેશના 4 કરોડપતિ ખેડૂત…

દેશમાં એગ્રીકલ્ચરને લોકો મોટા ભાગે ફાયદાનો સોદો માનતા નથી. જોકે હાલ નવી ટેકનીકથી ખેતી કરનાર ખેડુતો સફળતાની નવી કહાની બની રહ્યાં છે. આજે અમે અહીં તમને જે ખેડૂતો વિશે વાત…

1. મેક ડોનાલ્ડ માટે ઉગાડે છે બટાકા…

મેક ડોનાલ્ડ માટે ઉગાડે છે બટાકા ગુજરાતના અમીરગઢ તાલુકાના રામપુર વડલા ગામના રહેવાસી ઈસ્લામભાઈ રહીમભાઈ શેરૂ બીકોમ સુધી ભણયા હતા. તેમને શરૂઆતમાં તેમના માતા-પિતાએ નોકરી કરવાનું કહ્યું હતું હતું, પરતું તેમન મન ખેતીમાં જ હતું. પરંપરાગત ખેતી કરતા-કરતા શેરૂ પહેલા મેક ડોનાલ્ડ અને પછીથી મેક કેન જેવી કંપનીઓના સંપર્કમાં આવ્યા.

આ કંપનીઓ સાથે કોન્ટ્રાકટ કરીને તેમણે ફ્રેન્ચ ફાઈઝ અને આલુ ટિક્કી માટે બટાકા ઉગાડવાનું શરૂ કર્યું. ઈન્કમની ગેરેન્ટીના કારણે તે દિવસને દિવસે આગળ વધશે. મિડિયાના રિપોર્ટસ પ્રમાણે, શેરૂ ભાઈ પાસે આજે 400 એકર ખેતી માટેની જમીન છે. તેમાંથી તે દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે.

2. બે કિલોનું હોય છે એક-એક બટાકું…

બે કિલોનું હોય છે એક-એક બટાકું ગુજરાત રાજયમાં જ પથીભાઈ જેઠાભાઈ ચોધરી ગુજરાત પોલિસમાં કામ કરતા હતા. જોકે તેમણે તેમની ખેતી કરવા માટે 18 વર્ષ પહેલા નોકરી છોડી દીધી. બનાસકાંઠાના દાંતીવાડામાં પાણીને ખુબ જ સમસ્યા છે. જોકે તેમણે તેમના ખેતરમાં ડ્રિપ ઈરીગેશન અને સ્પ્રિંકલર સિસ્ટમ લગાવી છે, જેના કારણે તે દર વર્ષે 750 એમએમ પાણીની માંગ વાળા ખેતરમાં ખુબ જ ઓછા પાણીથી કામ ચલાવી શકે છે. ચૌધરી પણ મેક કેનને બટાકા પ્રોવાઈડ કરે છે. તેમનો તેની સાથે કોન્ટ્રાકટ છે. તેમના ખેતરમાં 2 કિલોગ્રામ વજન ધરાવતા હોય તેવા પણ બટાકા થાય છે. જેને તે દર વર્ષે નિશ્ચિત ભાવે વેચે છે. તેમની પાસે હાલ 87 એકર જમીન છે અને આટલી જ બીજી જમીન ભાડેથી આપી છે. ગત વર્ષે તેમણે 3.5 કરોડ રૂપિયાના બટાકા વેચ્યા હતા.

3. કેળાથી બન્યા કરોડપતિ…

કેળાથી બન્યા કરોડપતિ મહારાષ્ટ્રના જલગાંવના રહેનારા તેનું ડોંગર બોરોલે 63 વર્ષના થઈ ચુકયા છે. લગભગ 20 વર્ષ પહેલા તે ચા વેચવાનું કામ કરતા હતા. જોકે આ દરમિયાન જ તેમને કોઈએ કેળાની ખેતી વિશે જાણકારી આપી. તેમની પાસે કેટલીક જમીન તો પોતાની હતી જ, પરતું કેટલીક જમીન તેમણે ભાડેથી લઈ લીધી. બાદમાં તેમણે આ જમીન પર પણ કેળાની ખેતી કરી. થોડા વર્ષો અગાઉ જ તેમને ગેન્ડ નાઈન વેરાઈટી વિશે માહિતી મળી, જેના કારણે તેમના પાકમાં 3 ગણો વધારો થયો છે. બોરોલે આજે 100 એકરમાં ખેતી કરે છે.

4. પ્રાઈમરી ટિચરમાંથી બન્યા ખેડૂત…

જલગાંવ મહારાષ્ટ્રના રહેનાર વલો ઓંકાર ચૌધરી પ્રાઈમરી સ્કુલમાં ટીચર હતા. તેમણે બોરોલેની સાથે કેળાની ખેતી શરૂ કરી. આજે ચૌધરી પણ 120 એકરમાં કેળાની ખેતી કરી રહ્યાં છે. તેમનો અમેરિકાની એક કંપનીની સાથે કોન્ટ્રાકટ પણ છે. જેને તે દર વર્ષે નિશ્ચિત ભાવે કેળા વેચે છે. ચૌધરીની વર્ષની ઈન્કમ પણ કરોડો રૂપિયામાં છે.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે ખેતીવાડી અને ખેડૂતને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799 અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો