ખેડૂતની પાંચ દીકરીઓએ માતાપિતાનું નામ કર્યું રોશન: એક સાથે 3 દીકરીઓ બની RAS ઓફિસર, 2 પહેલાં જ બની ચૂકી હતી

ભણેલા-ગણેલા માતાપિતા નાનપણથી જ બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરે અને તેમનું બાળક મોટું થઈ તેમાં સફળતા મેળવે તે સમજી શકાય તેવી બાબત છે. જોકે, રાજસ્થાનમાં માત્ર આઠમા ધોરણ સુધી ભણેલા પિતા અને અભણ માતાએ પોતાની પાંચ-પાંચ દીકરીઓને ક્લાસ-1 અધિકારી બનાવી આખા ગામમાં વાહવાહી મેળવી છે. મંગળવારે રાજસ્થાનમાં RAS (રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)નું પરિણામ જાહેર થયું હતું, જેના મેરિટમાં અંશુ, રીતુ અને સુમનના પણ નામ હતાં, આ ત્રણેય સગી બહેનો છે અને તેમની બે મોટી બહેનો પણ હાલ ક્લાસ-1 અધિકારી તરીકે કાર્યરત છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

એક જ ઘરની પાંચ-પાંચ દીકરી ક્લાસ-1 અધિકારી બનતાં ગામમાં ઉત્સવનો માહોલ છે. આ દીકરીઓના પિતા સહદેવ સહરાને તેમને સરકારી અધિકારી બનવા માટેની પ્રેરણા પૂરી પાડી હતી. તેમની માતા લક્ષ્મી સાવ અભણ છે. અંશુ, સુમન અને રીતુ પોતાની સફળતાનો તમામ શ્રેય માતાપિતા અને દાદી સુંદર દેવી તેમજ કાકા રમેશ અને રામકુમાર સહારન અને તેમના શિક્ષકોને આપે છે.

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ભૈરુસરી ગામમાં રહેતી આ બહેનોના ગામમાં પાંચમા ધોરણ સુધી જ સ્કૂલ હતી, તેવામાં કોમ્પિટિટિવ પરીક્ષા માટે તૈયારી કરવા કોચિંગ ક્લાસનો તો કોઈ સવાલ જ નહોતો. તેમણે એકબીજાને ભણવામાં મદદ કરી હતી, અને સાથે મહેનત કરીને ઘરે રહીને જ પોતાનું ભણતર પૂરું કર્યું હતું. અંશુ, રીતુ અને સુમનની બે મોટી બહેનો રોમા અને મંજુ પહેલા જ RAS ક્લીયર કરી ચૂકી છે. તેમના પિતા જણાવે છે કે તેમણે દીકરીઓને ક્યારેય ના તો ભણવાથી રોકી કે ના તો તેમને બોજ માની. તેમને પૂરી આઝાદી આપી જે કરવું હતું તે કરવા દીધું, તેનું આ પરિણામ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો