વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા પંચાયત પર કોંગ્રેસની 23 વર્ષની યુવા ઉમેદવાર કુંજાલી પટેલેનો વિજય થયો
વલસાડ જિલ્લામાં જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભાજપનું બુલડોઝર ફરી વળતા કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે. જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કોંગ્રેસ બે આંકડા સુધી પણ પહોંચી શકી નથી. કોંગ્રેસનું ભારે ધોવાણ થયું છે અને જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કોંગ્રેસ મુક્ત થઈ છે.
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સાથે નગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના દિગ્ગજ અગ્રણી ઉમેદવારોએ ઉંધામાથે પછડાટ ખાધી છે. અને કોંગ્રેસના તમામ મોટા માથાઓ અને અગ્રણીઓની કારમો પરાજય છે. જોકે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા પંચાયત પર કોંગ્રેસની 23 વર્ષની એક યુવા ઉમેદવારનો વિજય થયો છે. કપરાડા તાલુકા પંચાયતની સુખાલા બેઠક પર કોંગ્રેસની માત્ર 23 વર્ષની ઉમેદવાર કુંજાલી પટેલે પોતાના હરીફ ભાજપના ઉમેદવારને 697 વોટની લીડથી હાર આપી વિજેતા બની છે.
આમ એક બાજુ સમગ્ર વલસાડ જિલ્લામાં જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં કોંગ્રેસના દિગ્ગજો અને અનુભવી પીઢ કોંગ્રેસીઓએ પણ ઉંધા માથે પછડાટ ખાધી છે. જોકે કોંગ્રેસની માત્ર 23 વર્ષની ઉમેદવાર પોતાના વિસ્તારના મતદારોને આકર્ષવા અને વિશ્વાસમાં લેવામાં સફળ રહી છે અને માત્ર 23 વર્ષની ઉંમરે જ ભવ્ય વિજય મેળવ્યો છે.
આમ વલસાડ જિલ્લામાં એક બાજુ કોંગ્રેસના મોટા માથાઓએ હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ કોંગ્રેસની માત્ર 23 વર્ષની ઉમેદવાર કુંજાલી પટેલે ભવ્ય જીત મેળવીને લોકોને આકર્ષવામાં સફળ થઈ છે. પોતાની જીત બાદ કોંગ્રેસની યુવા વિજેતા ઉમેદવાર કુંજાલી પટેલે પોતાના મતવિસ્તારના લોકોની અપેક્ષા સંતોષવામાં હર સંભવ પ્રયાસ કરશે તેવી ખાતરી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

