૫૦૦ વર્ષથી વધુ પ્રાચીન હિંગળાજી માતાજીના મંદિરે થયો ચમત્કાર, ઝુમ્મર આપોઆપ ઝુલ્યું, દર્શન માટે મોડી રાત સુધી ઉમટી ભાવિકોની ભીડ

સોમનાથ પ્રભાસપાટણના દરજીવાડામાં આવેલ આશરે 400 થી 500 વરસથી પણ વધુ પ્રાચીન હિંગળાજી માતાજીના મંદિરે અલૌકિક દ્રશ્યનો નઝારો સર્જાયો હતો. માતાજીની મુર્તિ ઉપર એક ચાંદીનું ઝુમ્મર મંદિરની છતની હુક સાથે ત્રાંબાના પાતળા તારથી લટકાવવામાં આવ્યું છે. જે ઝુમ્મર ઘડીયાળના લોલકની જેમ એક દિશાથી બીજી દિશા તો ક્યારેક ગોળાકાર અચાનક સતત ઝુલવા લાગતા તેની જાણ લોકોને થતા મોડી રાત્રી સુધી આ દ્રશ્ય નિહાળવા લોકોની ભારે ભીડ અને કતારો લાગી હતી.

મંદિરમાં પવન આવે તેવી જગ્યા કે પંખો છે જ નહિ

માતાજીના દર્શન પૂજન કરી અસંખ્ય મોબાઇલ ધારકોએ આ દિવ્ય દ્રશ્યને પોતાના મોબાઈલ કેમરાઓમાં ક્લીક કર્યા હતા. દરજી જ્ઞાતિ અગ્રણી સુભાષભાઇ વૈયાટા માતાજીની સમુહમાં આરતી, ધૂન, ભજન કરે છે. આ કાર્ય ચાલુ હતું ત્યારે ગત રાત્રે 7.15 વાગ્યે એક માતાજીનું ઝુમ્મર સતત ઝુલવા માંડ્યું હતું. જે ક્યારેક ગોળાકાર ધુમતું તો મોટભાગે ઘડીયાળના લોલકની જેમ એક દિશાથી બીજી દિશા જઇ ફરી પાછુ રીટર્ન આમ સતત પાંચ કલાક સુધી ચાલુ રહ્યું અને મધ્ય રાત્રિએ 12:15 કલાકે ઝુમ્મર ફરતું બંધ થયું હતું.

આ વાતની ગામડાઓમાં જાણ થતાં મંદિરે સાંજથી રાત્રી સુધી દર્શનાર્થીઓની ભારે ભીડ અને કતારો લાગી હતી. આ મંદિરમા પંખો નથી, મોટી બારીઓ નથી, મંદિર એકદમ સાંકડુ છે અને પવનનો જરાય અવકાશ નથી છતાં ઝુમ્મર ઝુલતું રહ્યું જે અનેક લોકોએ પોતાના મોબાઈલમાં આ દ્રશ્ય ક્લીક કર્યા હતા.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ.. દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો