રાજકોટના ઝીક્સ ગ્રુપના યુવાનોની અનોખી સેવા: ગુજરાતમાં ક્યાંય પણ દિકરીના લગ્ન હોય, કંકોત્રી મોકલો એટલે મફતમાં ઘરે શાકભાજી આપી જાય છે આ યુવાનો

દીકરીના લગ્ન હોય એટલે પિતા સહિત પરિવારજનો પર અનેક જવાબદારી આવી જતી હોય છે. પરંતુ રાજકોટમાં સેવાભાવી યુવાનોએ ઝીક્સ ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપના યુવાનો જે પિતાને દીકરીના લગ્ન હોય તેના જમણવાર માટેનું શાકભાજી વિનામૂલ્યે તેના ઘરે પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. આ ગ્રુપનો હેતુ દીકરીના પિતાની જવાબદારીને ઓછી કરવાનો છે. આ ગ્રુપના સભ્યોને વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ મારફત સંપર્ક કરી કંકોત્રી મોકલવાની રહેશે. કંકોત્રી મળતા જ આ ગ્રુપના યુવાનો જમણવાર માટે શાકભાજી તેમના ઘરે પહોંચાડી દે છે અને તે પણ સાવ ફ્રીમાં. આ ગ્રુપના મોહિતભાઇએ આ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી.

મુંબઇમાં લગ્ન હોય તો પણ આ ગ્રુપના સભ્યો સક્રિય છે

રાજકોટના ઝીક્સ ગ્રુપના યુવાનોએ એક નવો વિચાર કરી નવી સેવા શરૂ કરવા નિર્ણય કર્યો છે. રાજકોટ શહેર ઉપરાંત સમગ્ર રાજ્ય અને મુંબઈમાં દીકરીના લગ્ન હોય તો આ સમયે તેમના લગ્ન સ્થળ સુધી નિશુલ્ક શાકભાજી પહોચાડવા નક્કી કર્યું છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ મારફત સંપર્ક કરી દીકરીના લગ્નની કંકોત્રીનો ફોટો અને શાકભાજીનું લિસ્ટ એક મહિના અગાઉ મોકલી આપનારને સેવા આપવામાં ઝીક્સ ગ્રુપ દ્વારા નિણર્ય કરવામાં આવ્યો છે.

ગ્રુપના સભ્યોએ એમબીએ સુધીનો અભ્યાસ કર્યો છે

રાજકોટ સહિત રાજ્યભરમાં અને મુંબઈમાં શાકભાજીની ફ્રી હોમ ડિલિવરી કરતા યુવાનોએ સાથે બેસી એક અનોખો વિચાર આવ્યો અને એ વિચાર અમલમાં મુક્યો છે. ઝીક્સ ગ્રુપના યુવાનોને દીકરીના લગ્ન સમયે પરિવાર સમયે ચિંતામાં રહેતા પિતા અને પરિવારની ચિંતા ઓછી કરવા નક્કી કર્યું અને સોશિયલ મીડિયા મારફત કોન્ટેક્ટ કરી એક મહિના અગાઉ જાણ કરી રજીસ્ટ્રેશન કરાવવા આહવાન કર્યું છે. જાહેરાત થતાની સાથે જ આ સેવાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને 6 દિવસમાં 10 હજાર બુકિંગ મળ્યા હોવાનું યુવાને જણાવ્યું હતું. એમબીએ સુધી અભ્યાસ કરનાર આ યુવાને સમાજની સેવા કરવાનું નક્કી કર્યું હતું અને પોતાના જ કામને લગતી સેવા શરૂ કરવા નિર્ણય કર્યો છે.

આ સેવા અન્ય રાજ્યોમાં પણ શરૂ કરવાની ઇચ્છા

સેવાની વ્યાખ્યામાં રાજકોટની આ ટીમે જરા હટકે અંદાજ અપનાવ્યો છે,ત્યારે દીકરીના પિતાની ચિંતા વિચારી નિઃશુલ્ક અને નિસ્વાર્થ સેવા કરવાનો આ વિચાર આજના યુવાનોમાં જોવા મળ્યો તે બાબત રાજકોટ સહિત સમગ્ર ગુજરાત માટે ગર્વની બાબત કહી શકાય. ત્યારે હાલમાં 50 સભ્યોની ટીમથી સેવા શરૂ કરનાર આ યુવાનો ધીમે ધીમે આ સેવા અન્ય રાજ્યોમાં શરૂ કરવા ઈચ્છા દર્શાવી છે. રાજકોટમાં ઝીક્સ ગ્રુપની સંસ્થા આરટીઓ પાસે ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે કાર્યરત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો