ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વીજ પટેલની રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, 500 બાઈકમાં કાર્યકરો હેલ્મેટ વગર જોવા મળ્યાં, ભાજપના નેતા અને કાર્યકરોને કોરોનાની ગાઈડલાઈન લાગુ પડતી ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં

ગઢડા વિધાનસભા 106 બેઠક પર ભાજપ યુવા મોરચા દ્વારા ઢસાથી ગઢડા સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500 જેટલી બાઈક જોડાઈ હતી. રેલીમાં ઋત્વીજ પટેલ તેમજ વિભાવરીબેન દવે ખુલ્લી જીપમાં જોવા મળ્યાં હતા. ભાજપના નેતા અને કાર્યકરોને કોરોનાની ગાઈડલાઈન લાગુ પડતી ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. આ ઉપરાંત બાઈક પર તમામ કાર્યકરો હેલ્મેટ વગર જોવા મળ્યાં હતા. સામાન્ય લોકો હેલ્મેટ વગર પસાર થાય તો પોલીસ તેની પાસેથી મસ મોટો દંડ વસૂલી લે છે. પરંતુ ભાજપના કાર્યકરો પાસેથી દંડ વસુલશે કે કેમ તેવો સવાલ ઉઠ્યો છે. રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યાં હતા.

દિવસેને દિવસે ગઢડા પેટાચૂંટણીમાં રાજકીય ગરમાવા સાથે પ્રચાર વેગ વંતો જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારને જીતાડવા કામે લાગી ગયું છે. ત્યારે આજે ઢસા જંકશનથી ગઢડા સુધી બાઈક રેલીનું આયોજન યુવા ભાજપ મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં યુવા મોરચા પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલ હાજર રહ્યા હતા. તેમની સાથે મંત્રી વિભાવરીબેન દવે પણ જોડાયા હતા. 25 કિલોમીટરની રેલીમાં આશરે 500 બાઈક સાથે કાર્યકરો જોડાયા હતા. રેલી મુખ્ય માર્ગ સહિત ગઢડામાં ફરતા કેસરિયો માહોલ જોવા મળ્યો હતો.

યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલ આવતા જ કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ ઋત્વીજ પટેલે ગઢડા સહિત રાજ્યની 8 બેઠક પર ચૂંટણી યોજાવાની છે તે તમામ બેઠકો જીતવાની આશા વ્યક્ત કરી હતી. તેમજ મુખ્યમંત્રીની હાજરીમાં રમણ પાટકર દ્વારા આપવામાં આવેલા નિવેદન મામલે ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, હું કંઈ જાણતો નથી. તેમજ મુખ્યમંત્રી દ્વારા પેટાચૂંટણી બાદ કોંગ્રેસ તૂટે છે અને હવે કોઈ કોંગ્રેસ ધારાસભ્યને લેવામાં નહીં આવે તે મામલે ઋત્વિજે જણાવ્યું હતું કે, મોવડી મંડળ આ બાબતે નિર્ણય કરશે અને તે નિર્ણયમાં યુવા મોરચો સાથે જ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો