અમદાવાદમાં ટ્રાફિક પોલીસે વાહન જપ્ત કરતા યુવકે ટોઇંગ વાહન પર ચઢી કર્યો તમાશો અને કહ્યું ‘તમે ખોટા દંડ ફટકારો છો’
અમદાવાદમાં ટ્રાફિકને નડતરરૂપ થતા વાહનોની જપ્ત કરવાની ડ્રાઇવ સતત ચાલતી હોય છે. નૉ પાર્કિગ ઝોન (No Parking Zone) કે રસ્તામાં નડતરરૂપ થાય તે રીતે પાર્ક (Parking) કરવામાં આવતા વાહનોને ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) ટોઇંગ કરે છે. જે બાદમાં આ વાહનને દંડ ભરીને છોડાવવામાં આવે છે. આ દરમિયાન પોલીસે જપ્ત કરેલું વાહન છોડાવવા માટે અમદાવાદમાં એક યુવકે જાહેરમાં તમાસો કર્યો હતો. આ માટે યુવક જાહેરમાં રોડ પર જ ટ્રાફિક પોલીસના ટોઇંગ વાહન પર ચઢી ગયો હતો. આ દરમિયાન યુવકો બૂમો પાડીને પોલીસ ખોટા દંડ લઈ રહી હોવાનું જણાવી રહ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે આ બનાવ અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં બન્યો હતો. વાહન ચાલકે અયોગ્ય રીતે વાહન પાર્ક કર્યું હોવાથી પોલીસે જપ્ત કર્યું હતું. આ દરમિયાન વાહન ચાલકે આવીને તમાસો કર્યો હતો. જે બાદમાં વાહન ચાલક પોલીસની ટોઇંગ વાનના બોનેટ પર બેસી ગયો હતો. બોનેટ પર બેસીને યુવક જોર જોરથી પોલીસ ખોટી રીતે માસ્ક સહિત બીજા દંડ ઉઘરાવી રહી હોવાની બૂમો પાડી હતી. આ દરમિયાન યુવાને પોલીસને એવું પણ કહ્યું હતું કે પોલીસ કમિશનર સાહેબને સ્થળ પર બોલાવો.
અમદાવાદ: ટોઇંગ વાને જપ્ત કરેલું વાહન છોડાવવા યુવકનો તમાશો pic.twitter.com/va9eX6andu
— News18Gujarati (@News18Guj) December 4, 2020
કોરોના કાળમાં સરકાર તરફથી વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. અનલૉક દરમિયાન સરકારે વિવિધ છૂટછાટ આપી છે. આ સંદર્ભમાં અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને ખાનગી કારમાં એક ડ્રાઈવર અને ત્રણ પેસેન્જરને બેસવાની છૂટ આપી દીધી છે.
આ સાથે જાહેરનામામાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે કારને અંદર તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. આ જ રીતે ઓટો રિક્ષામાં બે પેસેન્જર બેસી શકશે. આ લોકોએ પણ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. ઉલ્લેખનીય છે કે ટુ-વ્હીલર પર બે લોકો સવારી કરી શકશે તેની છૂટ બહુ સમય પહેલા જ આપી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

