સુરતમાં યુવકે પરિણીતાને રૂપિયા પરત લેવા બોલાવી ડ્રિંકમાં કેફી પદાર્થ પીવડાવી બેભાન અવસ્થામાં વારંવાર દુષ્કર્મ આચર્યું

હાથરસ (Hathras Case)ની ઘટના બાદ દેશમાં જ્યાં બળાત્કાર (Rape Case)ની ઘટનાઓને લઇ લોકોમાં ગુસ્સો છે ત્યારે મહિલાઓથી લઇ કિશોરીઓ પણ સરકારને પોતાની સુરક્ષાને લઇ સીધા સવાલો કરી રહી છે. ત્યારે પણ રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે સુરત (Surat)મા પણ એક યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે.

સુરતના ડીંડોલી (Dindoli) વિસ્તારમાં પરિણીતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. પરિણીતા પાસે અલગ અલગ બહાને રૂપિયા લઈ ત્યાર બાદ રૂપિયા આપવાના બહાને ડીંડોલી વિસ્તારમાં મિત્રના ઘરમાં બોલાવી કોલ્ડ ડ્રિંકમાં કેફી પદાર્થ નાંખી બેહોશ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ડીંડોલી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

સુરતના કતારગામની 27 વર્ષિય પરિણીતા અને તેનો પતિ ડભોલીમાં ડેરીની એજન્સી ચલાવે છે. પરિણીતા ડેરીના કામ અર્થે મહિધરપુરા ડેરી પર જતી ત્યારે ત્યાં દુધના ટેમ્પો ડ્રાયવર તેજસ દિપક પાટીલ સાથે મિત્રતા થઈ હતી. તેજસે મિનાલી પાસેથી ઉછીના 15 હજાર અને મોબાઇલ ખરીદવા 40 હજાર લીધા હતા. ત્યાર બાદ દોઢ લાખ લીધા હતા. ટ્રાન્સપોર્ટનો ધંધો કરવાના 2 લાખ સહિત તેજસે કુલ 10.50 લાખ લીધા હતા. પરિણીતાએ રૂપિયા પરત માંગતા તેજસે તેને ડિંડોલી મિત્રના ઘરે બોલાવી હતી. ત્યાં તેજસે ઘેનવાળું કોલ્ડ ડ્રિંક્સ પીવડાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો હતો.

અઠવાડિયા પછી પરિણીતાએ ફરીથી રૂપિયા માંગતા તેજસે તેના નગ્ન ફોટો-વીડિયો મિનાલીના પતિને બતાવી દેવાની ધમકી આપીને તેણી સાથે ડિંડોલીમાં વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આખરે ત્રસ્ત પરિણીતાએ તેજસ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો