સુરતમાં મેદાનમાં ક્રિકેટ રમતા યુવકો ઉપર પોલીસ ત્રાટકી, 100થી વધુની અટકાયત કરી વસૂલ્યો દંડ

સુરત શહેરમાં કાલે સાંજે એકા એક પોલીસનો (police) મોટો કાફલો ઘેરાબંધી કરવા માટે દોડી ગયો હતો. એ ઘેરા બંધી કોઇ આરોપી માટે નહિ હતી પરંતુ ઉમરા પોલીસ મથકથી (Umara police station) માત્ર 50 મીટરે આવેલા પાર્ટી પ્લોટમાં ક્રિકેટ રમી રહેલા યુવાનો માટે હતી. હાલમાં કોરોનાના (coronavirus) સમયમાં આ યુવાનો મોટી સંખ્યામાં ભેગા થઇને ક્રિકેટ (cricket) રમી રહેલા હોઇ 100થી વધુ યુવાનોને ગ્રાઉન્ડમાં રોકી તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જોકે સુરતમાં તેમજ રાજયમાં અનેક જગ્યાએ રાજકિય કાર્યક્રમો થાય છે. ત્યારે પોલીસ ભાજપના નેતાઓ સામે કોઇ પણ પ્રકારની દંડનાત્મક કાર્યવાહી કરાવમાં આવતી નથી.

સુરત સહિત રાજયમાં અનેક જગ્યાએ ભાજપ દ્વારા અનેક વખત રેલીઓ કાઢવામાં આવી છે. તેમ છતા મુક પ્રેક્ષકની જેમ પોલીસ દ્વારા કોઇ પગલા ભરવામાં આવ્યા નથી. ત્યારે આજે પણ ભાવનગરમાં સત્તાના નશામાં ચુર ભાજપ દ્વારા રેલી કાઢવાની સાથે ગરબા પણ કાર્યકરો સાથે રમવામાં આવ્યા હતા.

સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી ગયા હતા. ત્યારે સુરતમાં એકદમ અલગજ ઘટના સામે આવી હતી. સુરત શહેરમાં આજે 40થી વધુ પોલીસ વિભાગનો સ્ટાફ એક સાથે ઉમરા પોલીસ મથકની હદમાં આવેલા મનપા સંચાલીત ખુલ્લા પ્લોટમાં ધસી આવ્યા હતા.

તમામ દરવાજાઓ બંદોબસ્ત મુકી ગ્રાઉન્ડને લોક કરી દેવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડમાં 100થી વધુ યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા તેમની ઘેરા બંધી કરી લેવામાં આવી હતી. તમામને રાઉન્ડઅપમાં લઇને એક જગ્યાએ ભેગા કરવામાં આવ્યા હતા.

ગ્રાઉન્ડમાં અલગ અલગ ટીમ બનાવી પોલીસ વિભાગ દ્વારા એ કોવિડમાં ભેગા થઇને ક્રિકેટ રમતા યુવાનો પાસેથી દંડ ઉધરાવવાની શરૂઆત કરી હતી. એક પછી એક જે યુવાનો પાસે રૂપિયા નહિ હોઇ તેમની પાસેથી ઘરેથી મંગાવવામાં આવ્યા હતા.

આ યુવાનો પાસેથી પોલીસ વિભાગે અંદાજે 5 લાખથી વધુનો દંડ વસૂલ કર્યો હતો. અવાર નવાર રાજકિય કાર્યક્રમમાં મુક પ્રેક્ષક તરીકે હાજર રહેતી પોલીસને આજે કિકેટ રમી રહેલા યુવાનો સામે કડક કાર્યવાહિ યાદ આવી હતી.

ગાઈડલાઇન ભંગ બદલ તમામ પાસે 1 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે પોલીસ સ્ટેશન નજીક આવેલા ગ્રાઉન્ડમાં દરરોજ લોકો એકત્ર થઈને ક્રિકેટ રમતા હોય છે ત્યારે આજે પોલીસે કાર્યવાહી કરતા અનેક સવાલ ઉભા થયા છે. ત્યારે પોલીસે દંડની કાર્યવાહી કરતા ક્રિકેટ રમવા આવેલા યુવાનોમાં રોષ જોવા માંળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો