રાજકોટમાં બેફામ ઈ-મેમો આપતા પોલીસ તંત્ર સામે યુવા લોયર એસો. કાનૂની લડત આપશે, ઇ-મેમોના દંડની રકમનો કેસ જો 6 માસમાં કોર્ટમાં દાખલ કરવામાં ન આવે તો કાયદા મુજબ તે લેણું વસુલ કરી શકાતું નથી

છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં રાજમાર્ગો પર આઇવે પ્રોજેકટ હેઠળ સી.સી.ટી.વી. લગાવાયા છે. પણ આ CCTVનો ઉપયોગ વાહનચાલકો વિરૂદ્ધ કરવામાં આવી રહ્યો છે. CCTV નાખવાનો ઉદેશ લોકોના જાન-માલના રક્ષણ કરવા માટે અને ગેરકાયદેસર પ્રવૃતિઓ, દબાણો અટકાવવા માટે હતો. પણ 70 કરોડના આઈવે પ્રોજેક્ટ દ્વારા પોલીસ તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 100 કરોડના ઉઘરાણા કરવામાં આવ્યાં છે. ત્યારે યુવા લોયર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

CCTV દ્વારા ટ્રાફીક નિયમોના ભંગ બદલ દંડ વસૂલ કરવાની કોઈ યોજના નથી

આઈ વે પ્રોજેક્ટના CCTVના ઉપયોગની માર્ગદર્શિકા મુજબ માત્ર ટ્રાફીક નિયમોના ભંગ બદલ દંડ વસૂલ કરવાની કોઇ યોજના ન હોવા છતાં તંત્ર દ્વારા લોકોને ઈ-મેમો આપવામાં આવે છે. ત્યારે લોકોને મદદ મળી રહે તે માટે યુવા લોયર્સ એસોસિએશનના વકીલોની ટીમ દ્વારા લડત ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. લોકોને ઇ-મેમોના દંડની રકમ નહીં ભરવામાં આવે તો ફરીયાદ દાખલ કરવાની અને લાયસન્સ રદ કરવાની, વાહન જપ્ત કરવાની અને વાહન વેચાણ કરવા માટે ટ્રાન્સફર અટકાવીશું. આ પ્રકારની કાયદા વિરૂદ્ધની વાતો થઇ રહી છે અને ઇ-મેમોના દંડની રકમનો કેસ જો 6 માસમાં કોર્ટમાં દાખલ કરવામાં ન આવે તો આપો આપ તે લેણું કાયદા મુજબ વસુલ કરી શકાતું નથી.

યુવા લોયર્સની વિશાળ ટીમ કાર્યવાહી કરશે

પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કાયદા વિરૂદ્ધની વાતો ફેલાવી લોકોને ડરાવીને કાર્યવાહી થતી હોય તેની સામે યુવા. લોયર્સ એસો.ના વકીલોની ટીમએ લડત આપવાનું નક્કી કર્યું છે, આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં પણ કાર્યવાહી કરવાનું વિચારણા હેઠળ છે. આ કામગીરી માટે યુવા લોયર્સની સીનીયર જુનીયર એડવોકેટની વિશાળ ટીમ સતત કાર્યશીલ રહેશે. યુવા લોયર્સ એસોસીએશનના પ્રમુખ કિરીટ નકુમના માર્ગદર્શન હેઠળ કન્વીનર હેમાંશુ પારેખ તથા અજય પીપળીયા, વિરેન રાણીંગા, આનંદ પરમાર, નિવીદ પારેખ, જગદીશ કુવાડીયા સહિત વકીલની ટીમો લડત આપશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો