સુરતમાં ફરી જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, આણંદના માથાભારે યુવકની સરથાણામાં હત્યા, CCTV માં ખૂની ખેલના દૃશ્યો થયા કેદ

સુરતમાં સતત (Surat) હત્યાની (Murder) ઘટના સામે આવી રહી છે. ત્યારે સુરતના સરથાણા (એોીૂપોલો) વિસ્તારમાં આજે એક ગાડીમાં પસાર થઇ રહેલા અને આણંગના (Anand) માથા ભારે ઈસાની છાપ ધરાવતા યુવાનની જાહેરમાં પાંચ કરતા વધુ ઇસમો ઘાતકી હથિયારો સાથે ઘસી આવીને તેની ગાડીમાં ઘાતકી હત્યા (Murder) કરી ફરાર થઇ ગયા હતા. જોકે, આ ઘટનાને પાગલ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે ઘટના મામલે પોલીસે તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી જઈને મામલે તપાસ શરૂ કરી છે.

સુરતમાં ગુનોખોરીએ માજા મૂકી છે. સુરત રાજ્યનું ક્રાઇમ કેપિટલ બની ગયું છે. એમાં પણ હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ અને બળાત્કાર જેવી ઘટનાઓ શહેરમાં દિનપ્રતિદિન બને છે. સુરતમાં સુરજ ઉગે અને સુરજ આથમે ત્યાં સુધીમાં હત્યાની એકાદી ઘટના રોજ પોલીસ ચોપડે નોંધાય છે. જોકે, આર્થિક પ્રગતિએ શહેરને ગુનાખોરીમાં ધકેલી દીધું છે. દરમિયાનમાં આજે શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે.

સુરતના સરથાણા વિસ્તારમાં જાહેરમાં એક યુવાની હત્યાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જોકે જાહેર રોડ પાર પસાર થઈ રહેલા આણંદના સિદ્ધાર્થ સંદીપ રાવલ નામના યુવાને પોતાની ગાડીમા સરથાણા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો.

ત્યારે પાંચ જેટલા ઈસમોએ આવીને આ યુવાનનની ગાડી અટકાવી જાહેરમાં ઘાતક હથિયાર સાથે માર મારી તેની ચપ્પુ જેવી તીક્ષણ હથિયાર વડે ગીંભીર ઇજાઓ પહોંચાડી ઘાતકી હત્યા કરી ફરાર થઇ ગયા હતા.

જોકે જાહેમાં હત્યાની ઘટના બનતા લોકોના તોળા એક્ઠા થઇ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા સ્થાનિક પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ બનાવ વાળી જગ્યા પર દોડી આવી આ મામલે તપાસ કરતા આ મરનાર યુવાન આણંદ પોલીસમાં અનેક વખત પકડાયેલ છે અને આણંદમમાં માથાભારેની છાપ ધરાવે છે. જોકે આ યુવાન એક મહિન પહેલાં હથિયાર સાથે અમદાવાદ પોલીસના હાથે પણ ઝડપાયો છે. ત્યારે સરથાણા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી હત્યા કરવા આવેલા આરોપીની શોધખોળ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો