સુરતમાં યુવકે તાપીમાં લગાવી મોતની છલાંગ, ફાયરનાં જવાનોએ મહેનત કરી છતાં જીવ ન બચ્યો!

રાજ્યમાં અને ખાસ કરીને સુરત (Surat) શહેરમાં છેલ્લા કેટલાય સમયથી એવો એક પણ દિવસ નથી આવ્યો કે આપઘાતનો (Suicide) બનાવ સામે ન આવ્યો હોય. આપઘાતની ઘટના સતત વધી રહી છે. તેવામાં સુરત શહેરમાં કોઝ-વે પરથી તાપીમાં (Youth Jumped in Tapi) છલાંગ લગાવી વધુ એક યુવકે આપઘાત કર્યો છે. જોકે, યુવકના નસીબમાં જિંદગી નહોતી કારણ કે તેના આપઘાતના સમાચારો મળતાની સાથે જ ફાયર બ્રિગેડના લાશ્કરો નદીમાં કૂદ્યા હતા અને યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. રાહદારીઓના મોબાઇલમાં આ ઘટનાનો લાઇવ વીડિયો (Live video) પણ કેદ થયો છે. જોકે, યુવકને બહાર કાઢીને 108માં લઈ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આજે વધુ એક યુવાને તાપી નદીમાં ઝપલાવી આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. સુરત ના રાંદેર અને કતારગામ ને જોડતા વીયર કમ કોઝ-વે ખાતે એક યુવાને અચાનક આવીને તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી. જોકે, આ યુવાને છલાંગ મારતાની સાથે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઘટના ની જાણકારી તાત્કાલિક ફાયર અને પોલીસ વિભાગને આપી હતી.

જોકે ફાયર વિભાગ સાથે 108 ઇમરજન્સી સેવા પણ બનાવ વાળી જગ્યા પર પહોંચી ગયા હતા. જોકે ફાયર વિભાગના જવાનો દ્વારા તાત્કાલિક તાપી નદીમાં ઉતરી યુવાને શોધી લેવામાં આવ્યો હતો. જોકે યુવાનને બહાર કાઢી 108 દ્વારા સારવાર આપવામાં તે પહેલાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

જોકે આ યુવાનનાં મૃતદેહનો પોલીસે કબ્જો લઈને મરનાર યુવાન કોણ છે ક્યાં રહે છે અને ક્યાં સંજોગો માં ક્યાં કારણે આપઘાત કર્યો છે તે દિશમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

જોકે આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. થોડા દિવસો પહેલાં પણ સુરતમાં તાપી નદીના બ્રિજ પરથી એક યુવકે છલાંગ લગાવી આપઘાત કર્યો હતો અને તેનો લાઇવ વીડિયો કેદ થઈ ગયો હતો ત્યારે આ ઘટનાના કારણે વધુ એક આશાસ્પદ યુવકે જિંદગીથી હાથ ધોઈ નાખ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો