આ ગુજ્જુ યુવાનો પોકેટમનીમાંથી ગરીબોને આપે છે મફતમાં ભોજન

આજના યુગમાં યુવાનોને મળતી પોકેટ મનીમાંથી રૂપિયા બચાવી કોઇની માટે ખર્ચ કરવાના થાય તો હજાર વખત વિચારવું પડે છે. પરંતુ વડોદરા શહેરના કેરિંગ સોઉલ ગ્રૂપના યુવાનો પોતાની પોકેટ મની અને કમાઇમાંથી રૂપિયા બચાવી સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, તેમના સગાસંબંધીઓ તેમજ જરૂરતમંદ લોકોને દર રવિવારે જમવાનું પૂરું પાડી એક ઉમદા કાર્ય કરે છે.

સયાજી હોસ્પિટલ ખાતે દર રવિવારે 250થી 300 જેટલા જરૂરતમંદોને કેરિંગ સોઉલ ગ્રૂપ ભોજન પીરસે છે

જેમા દર રવિવારે આ ગ્રૂપના સભ્યો દ્વારા હોસ્પિટલમાં જઇ એક સ્થળેથી તમામ જરૂરતમંદ લોકોને પોતાના હાથે જમાવનું પિરસી જમાડે છે. કેરિંગ સોઉલ ગ્રૂપના સભ્ય રોહિત મહેતા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અમે તમામ મિત્રોએ ભેગા મળી આ ગ્રૂપની રચના કરી હતી. અને જરૂરતમંદ લોકો માટે જીવનમાં કંઇક કરવું જોઇએ તેવા હેતુ સાથે અમે સયાજી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાસંબંધીઓ તેમજ અન્ય જરૂરતમંદ વ્યક્તિઓને એક ટાઇમ પૂરતું ભોજન મળી રહે તે માટે, ગ્રૂપના તમામ સભ્યો પોતાની પોકેટ મની તેમજ કમાઇમાંથી રૂપિયા બચાવી દર રવિવારે હોસ્પિટલમાં આવતા તમામ જરૂરતમંદ લોકોને છેલ્લાં 4 વર્ષથી, દર રવિવારે અંદાજિત 250થી 300 લોકોને અમે અમારા હાથે પિરસીને જમાડીએ છીએ.

ઓર્ડર આપી જમવાનું તૈયાર કરાવે છે.

કેરિંગ સોઉલ ગ્રૂપ દ્વારા જરૂરતમંદ લોકોને જમવાનું મળી રહે તે માટે એક દિવસ અગાઉ મેનુ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તે મેનુ પ્રમાણે ઓર્ડર આપી જમવાનું તૈયાર કરાવવામાં આવે છે. જમવાના માટેની ડિસ્પોઝિબલ ડિશ તેમજ પાણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે.

મોંઘવારીમાં પણ જરૂરતમંદોને કેરીનો રસ પિરસાયો

શહેરના આ યુવાનો પોતાના સ્વખર્ચે સયાજી હોસ્પિટલમાં જરૂરતમંદ લોકોને દર રવિવારે જમવાનું પૂરું પાડે છે. મોંઘીદાટ બનેલી કેરીઓ દરેકના નસીબમાં હોય તે જરૂરી નથી, તેવામાં આ યુવાનો દ્વારા હોસ્પિટલમાં જમવાની સાથે સાથે તમામ જરૂરતમંદોને કેરીનો રસ પણ પિરસવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો