ટિકટોકમાં વીડિયો બનાવવા થાંભલા પર ચઢેલા યુવકને કરન્ટ લાગતા કમકમાટીભર્યું મોત નીપજ્યું, બે કલાક સુધી લટકતી રહી લાશ

TikTok પર વીડિયો બનાવવાનો શોખ એક યુવકને ભારે પડી ગયો. 22 વર્ષીય યુવક TikTok વીડિયો બનાવવા માટે દારૂની બોટલ (Alcohol Bottle) લઈને રેલવે લાઇનના વીજળીના થાંભલા પર ચઢી ગયો. આ દરમિયાન કરન્ટ લાગવાથી તેનું મોત થઈ ગયું. મૃતક યુવકની લાશ બે કલાક સુધી થાંભલા પર લટકેલી રહી. દુર્ઘટના બાદ યુવકના મિત્ર તેને ત્યાં છોડીને ભાગી ગયા. પોલીસે યુવકની લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ (Post mortem) માટે પાણીપતની સિવિલ હૉસ્પિટલમાં મોકલી આપી છે.

નોંધનીય છે કે, ધર્મગઢ ગામનો રહેવાસી 25 વર્ષીય વિકાસ ઉર્ફે વિક્કી પોતાના મિત્રોની સાથે મતલૌડામાં આઈટીઆઈની પાછળ લગભગ 4 વાગ્યે ટિક-ટૉક પર વીડિયો બનાવી રહ્યો હતો. વિકાસ રેલવે લાઇનની નજીક વીજળીના થાંભલા પર ચઢી ગયો. સારા વીડિયો બનાવવાના ચક્કરમાં તે વધુ ઊંચાઈ પર ચઢી ગયો. હાઈ વોલ્ટેજની લાઇને તેને લગભગ પાંચ ફુટના અંતરથી પોતાની તરફ ખેંચી લીધો. જેના કારણે તે દાઝી ગયો. મિત્રો દુર્ઘટના બાદ ત્યાંથી ફરાર થઈ ગયા.

ત્યાંથી પસાર થતાં વ્યક્તિએ પોલીસને જાણ કરી

ત્યાંથી પસાર થઈ રહેલા કોઈ વ્યક્તિએ યુવકને થાંભલે ચોંટેલો જોતા તેની માહિતી મતલૌડા પોલીસને કરી. મતલૌડા પોલીસે મામલાની જાણકારી જીઆરપીને આપી. જીઆરપીના એસઆઈ હવા સિંહે રેલવેના ઉચ્ચ અધિકારીઓને મામલની જાણકારી આપી સપ્લાય બંધ કરાવ્યો અને લાશને પાણીપતની જનરલ હૉસ્પિટલમાં લઈ ગયા. પોલીસે વિકાસના મોબાઇલને પોતાના કબજામાં લઈ લીધો.

મૃતક વિકાસના પિતા અને કાકાનું પહેલા જ દેહાંત થઈ ગયું હતું. બીજી તરફ એક મોટો ભાઈ ટ્રક ડ્રાઇવર છે જે જેલમાં કેદ છે. તે પોતાની માતાની સાથે ગામમાં રહેતો હતો. તેના પિતરાઈ ભૂપેન્દ્રએ જણાવ્યું કે વિકાસ ધોરણ-12 બાદ ભારતીય સેનામાં ભરતી થવા માટે તૈયારી કરી રહ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો