સુરતમાં ‘લીડર’ બનવા માંગતા યુવાન પર ખુલ્લી તલવારથી હુમલો: સોનુ, ભુરિયો અને છોટુ તલવાર લઈને તૂટી પડ્યાં, બનાવ સીસીટીવીમાં કેદ

સુરતમાં બે દિવસ પહેલા એક યુવાન પર જીવલેણ હુમલો (Attack) કરવામાં આવ્યો હતો. આ બનાવના સીસીટીવી (CCTV) સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે યુવક પર તલવારથી જીવલેણ હુમલો (Attack with sword) કરવામાં આવ્યો હતો. યુવક પર જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હૉસ્પિટલ (Hospital)માં ખસેડવામાં આવ્યો હતો. હુમલાનો બનાવ નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે.

મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ત્રણ યુવકોએ એક યુવક પર તલવારથી હુમલો કરીને તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે બે લોકો બાઇક પર આવે છે. બઈક ઊભું રાખતાની સાથે જ પાછળ બેઠેલો યુવક દોડીને યુવક પર તલવારથી હુમલો કરી દે છે.

આ અંગે મળેલી માહિતી પ્રમાણે નવાગામ શ્રીનાથનગર સોસાયટીમાં રહેતો 23 વર્ષીય કરણ આબા સૈંદાણ જમીન લે-વેચનું કામ કરે છે. રવિવારે સાંજે તે ગોડાદરા વિનાયક હાઇટ્સ પાસે બેઠો હતો. આ દરમિયાન તેના પર હુલલો થયો હતો. કરણ બેઠો હતો ત્યારે આરોપીઓ યશ ઉર્ફ સોનુ ,અનિલ ઉર્ફ ભુરિયા અને પુરષોત્તમ ઉર્ફ છોટુએ તેની સાથે ઝઘડો કરીને તલવારના ચારથી પાંચ ઘા મારી દીધા હતા.

પોલીસ તપાસમાં માલુમ પડ્યું છે કે તમામ લોકો વચ્ચે એક દિવસ પહેલા ઝઘડો થયો હતો. જે વાતનો ખાર રાખીને કરણ પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે જેના પર હુમલો થયો છે તે અને જેમણે હુમલો કર્યો છે તે તમામ મિત્રો છે. એવી પણ વિગતો સામે આવી છે કે કરણને લીડર બનવું હતું. આથી તે આ ગુનાના આરોપીઓને કામ સોંપતો ન હતો. જો કામ ન થાય તો કરણ તેમને ધમકાવતો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો