જમાલપુરમાં ચા પીવા ભેગા થતાં ટોળાને યુવાનની સલાહ, આજ નહીં જાગોગે તો રાખ હો જાઓગે

શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. તેમાં પણ રેડ ઝોન જાહેર થયેલા કોટ વિસ્તારમાં તો કુલ કેસના લગભગ 70 ટકા કેસો સામે આવી રહ્યાં છે અને ટપોટપ મોત પણ થઈ રહ્યાં છે. જેને પગલે કોઈએ માં તો કોઈએ પિતા તો કોઈએ ભાઈ,બહેન પતિ, પુત્ર, પુત્રી કે પત્ની ગુમાવ્યા છે. આ મોત અને કેસો પર કાબૂ મેળવવા આ તમામ વિસ્તારોમાં કર્ફ્યું પણ લાદવો પડ્યો હતો. જો કે આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ હોવાછતાં અહીં રોજ લોકોના ટોળા જામે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

‘જેમના સ્વજનો ગયા છે તેમને પૂછો કે તેમના પર શું વીતી રહી છે’

કોટ વિસ્તારની આ પરિસ્થિતિને લઈ હાલ ફરહાન ખાન નામના એક યુવાનનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવાન લોકોને કરગરીને કહી રહ્યો છે કે જેમના સ્વજનો ગયા છે તેમને પૂછો કે તેમના પર શું વીતી રહી છે. છીપાવાડ આસપાસ દોઢ મહિનામાં 104 લોકોના મોત થઈ ગયા છે, જેમાંથી કોઈનું કુદરતી તો કોઈનું કોરોનાથી મોત થયું છે. હું હાથ જોડીને તમને કહી રહ્યો છું કે અહીં કે કોટ વિસ્તારમાં લોકોના મોત થઈ રહ્યાં છે. તમે ચા પીવા કે મસાલા ખાવા ભેગા ન થાવ નહીં તો બીજા લોકોને પણ આ વાઈરસ લાગતા વાર લાગશે નહીં.

કોટ વિસ્તારમાં રાત હોય કે દિવસ ભીડ સતત જામેલી હોય છે. દિવસે લોકો જીવનજરૂરી વસ્તુઓ લેવા માટે તો રાત્રે ચા પીવા ટોળા એકઠા થાય છે. જેને કારણે પોલીસે અહીં લોકોને ધમકાવવા પડે છે. પોલીસ પણ આ જગ્યાએ દોડી ગઈ હતી. પરંતુ પોલીસ ગયા બાદ ફરી લોકોના ટોળા ભેગા થવા લાગ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો