આર્થિક ભીંસમાં ઝેર પી જીવન ટૂંકાવનાર માતાએ લખ્યું, ‘તમારી મા જાય છે, તમને હું પ્રેમ કરું છું, મને માફ કરજો અને દાદા કને હાલ્યા જજો’

કુકમા ગામે આર્થિક ભીસને લીધે દંપતિએ ઝેરી દવા ગટગટાવી લેતાં જેમાં પત્નિનું મોત થયું હતનું જ્યારે પતિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. તો બીજી તરફ મરતાં પૂર્વે માતાએ પુત્ર-પુત્રીની માફી માગી દાદા પાસે ચાલ્યા જવાનું સુસાઇડ નોટમાં લખ્યું છે. કરૂણા ઉપજાવનાર આ ઘટનાને પગલે હતભાગીના પરિવારજનો સહિત સગા સબંધીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ગુરૂવારે સાંજે કુકમા ગામે રહેતા મીનાબેન હિતેશભાઇ પ્રજાપતિ અને હિતેશભાઇ પ્રજાપતિએ સજોડે ઝેરી દવા પી મોતનો માર્ગ પકડ્યો હતો. દુર્ભાગ્યવશ 34 વર્ષીય મીનાબેનને સારવાર પહેલા મોત આંબી ગયું હતું. પોલીસ તપાસ દરમિયાન હતભાગી મીનાબેને લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી.જેમાં પુત્ર મયંક અને પુત્રી નંદનીને ઉદેશીને હતભાગી માતાએ લખ્યુ છે કે, તમારી માતા જાય છે મને માફ કરજો તમારું ધ્યાન રાખજો, બેટી ભાઇનું ધ્યાન રાખજે મમ્મી તમને પ્રેમ કરે છે.

દાદા પાસે ચાલ્યા જજો, તેમજ હતભાગી મહિલાએ તેમના માતા પિતાને પણ સુસાઇડ નોટમાં જણાવ્યું છે. કે, મને માફ કરજો હું જીંદગીથી કંટાળી ગઇ છું. એટલે હું જાઉ છું. મારી મરજીથી જાવા માગું છું આમા કોઇનો દોષ નથી.બસ દાકી ગઇ છું મને માફ કરી દેજો તમારી મીના શીવમ મીસ યું’, તેવી વિગતો સુસાઇડ નોટમાં લખી છે. તો, ગંભીર હાલત તળે મરણ જનારનો પતિ હિતેશ પણ જીવન મરણ વચ્ચે જોલા ખાઇ રહયો છે. પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

વડોદરાના સમા સ્પોટ્સ કોમ્પ્લેક્ષની સામે આવેલી સ્વાતી સોસાયટીમાં રહેતા સોની પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો હતો. આ ચકચારી બનાવમાં પરિવારને મકાન ખરીદનાર રૂપિયા 23.50 લાખ 4 માર્ચે પરત આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ, નાણાંની વ્યવસ્થા ન થતાં પરિવારે 3 માર્ચના રોજ સામૂહિક આપઘાત કરી લીધો હતો. પરિવારના મોભી નરેન્દ્રભાઇ સોનીએ 2 માર્ચેની રાત્રે પરિવારના સભ્યોને ભેગા કરીને 3 માર્ચના રોજ આપઘાત કરીને લેવાનું નક્કી કર્યું હતું. બપોરે 2 કલાકે નરેન્દ્રભાઇ સોનીએ દીકરી રીયા પાસે સુસાઈડ નોટ લખાવી હતી. તે બાદ પિતાએ પરિવારને જંતુનાશક દવા ભેળવેલ પેપ્સી અને મિરીન્ડા બધાને પીવડાવી દીધી હતી.
કોલ્ડડ્રિંક્સમાં ડ્રોપર વડે ઝેર નાખી 4 વર્ષના બાળકને પણ પીવડાવ્યું
આત્મહત્યાનો નિર્ણય કર્યા બાદ પરિવારે કોલ્ડડ્રિંક્સમાં પેસ્ટીસાઇડ મિશ્રિત કરીને પીધું હતું. પહેલી રૂમમાં ઊલટીઓ જોવા મળી હતી અને પેસ્ટિસાઇડ પણ ઢોળાયેલું હતું, સ્થળ પરથી ડ્રોપર મળ્યું હતું જેથી પોલીસે અનુમાન લગાવ્યું હતું કે ડ્રોપર વડે 4 વર્ષના બાળકને આ ઝેરી પીણું પિવડાવ્યું હશે. પોલીસ ઘરમાં પ્રવેશી ત્યારે ઘરમા દૃશ્ય જોતાં જ પોલીસ ચોંકી હતી. ઘરમાં સાદું ફર્નિચર હતું અને તેમાં ફર્સ પર પરિવારના ચાર સભ્યો તરફડિયા મારતા જોવા મળ્યા હતા જયારે નાના પલગં ઉપર દાદા અને પૌત્ર મૃત હાલતમાં જોવા મળ્યા હતા.

સોસાયટીમાંથી મળેલી માહિતી પ્રમાણે પરિવારને ઘરનું ગુજરાન ચલાવવા માટે જ્યુપીટર મોપેડ પણ વેચી દીધું હતું. જ્યુપીટર વેચાણના આવેલા નાણાંમાંથી થોડા દિવસો પસાર થયા હતા. તે બાદ ધોરણ 12માં ભણતી રિયાની સાયકલ પણ રૂપિયા 500માં વેચી દીધી હતી. ચારેકોરથી આર્થિક ભીંસમાં આવી ગયેલા સોની પરિવાર માટે સામૂહિક આપઘાત કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહ્યો ન હતો. અને આજે ઢળતી બપોરે સોની પરિવારે થમ્સઅપમાં ઝેરી દવા ભેળવીને સામુહિક ગટગટાવી લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો