મારા રહેતા હું તને કશુંય નહીં થવા દઉં.. મોટાભાઈને બચાવવા નાનાભાઈએ લાખો રુપિયા ખર્ચી કાઢ્યા

‘તું જરાય ચિંતા ના કરીશ.. મારા રહેતા હું તને કશુંય નહીં થવા દઉં..’ કોરોનાગ્રસ્ત મોટાભાઈએ જ્યારે નાનાભાઈના મોઢે આ વાત સાંભળી ત્યારે જાણે તેમના જીવમાં જીવ આવી ગયો. નાના ભાઈએ પણ પોતાનું કહેલું કરી પણ બતાવ્યું, અને ગણતરીના કલાકોમાં જ લાખો રુપિયાના ખર્ચે ચાર્ટર્ડ એમ્બ્યુલન્સમાં ભાઈને અમદાવાદથી ચેન્નઈ લઈ ગયા.

પાલનપુરના વેપારીના મોટાભાઈને કોરોના થતાં તેમની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી. ડોક્ટરે ત્યાં સુધી કહી દીધેલું કે તેમની પાસે હવે 48 કલાક જેટલો જ સમય છે. જોકે, તે વખતે પળનો ય વિલંબ કર્યા વિના નાનાભાઈએ મોટાભાઈને બચાવવા પ્રયાસો શરુ કરી દીધા હતા.

અમદાવાદમાં રહેતા રાજેશ પુજારાને કોરોનાને કારણે ફેફસાંમાં ખૂબ જ ગંભીર ઈન્ફેક્શન થઈ ગયું હતું. તેમના નાના ભાઈ ધીરજને પણ જણાવી દેવાયું હતું કે હવે પેશન્ટના બચવાના ચાન્સ લગભગ નહીવત છે. ડૉક્ટરોએ તો 49 વર્ષના રાજેશ પુજારા માંડ 48 કલાક કાઢી શકશે ત્યાં સુધી કહી દીધું હતું. જોકે, ધીરજભાઈ પોતાના મોટાભાઈને ગમે તે કિંમતે બચાવવા માટે કંઈ પણ કરવા તૈયાર હતા.

અમદાવાદમાં ટ્રીટમેન્ટ નહીં થઈ શકે તેવું લાગતા ધીરજભાઈએ બહારની હોસ્પિટલોમાં તપાસ શરુ કરી હતી. આખરે, ચેન્નઈની પ્રાઈવેટ હોસ્પિટલે રાજેશભાઈની કન્ડિશન જાણીને તેમને એડમિટ કરવાની તૈયારી બતાવી હતી. હોસ્પિટલ મળી ગયા બાદ હવે મોટી ચેલેન્જ રાજેશભાઈને ચેન્નઈ પહોંચાડવાની હતી. જેના માટે ધીરજભાઈએ તાબડતોબ ચાર્ટર્ડ એમ્બ્યુલન્સને અમદાવાદ એરપોર્ટ પર બોલાવી લીધી હતી, અને તેમાં સવાર થઈ ભાઈને તાત્કાલિક ચેન્નઈ પહોંચી ગયા હતા.

ધીરજભાઈએ જણાવ્યું હતું કે તેમના મોટાભાઈ મરવાની અણી પર હતા ત્યારે તેમને બચવા માટે પોતે ગમે તે કરવા તૈયાર હતા. તેના માટે જેટલો પણ થાય તે ખર્ચો કરવાની પણ તેમની તૈયારી હતી. તેમને અમદાવાદથી કોઈ ચાર્ટર્ડ ફ્લાઈટ ના મળતા તેમણે છેક દિલ્હીથી એર એમ્બ્યુલન્સ બોલાવી હતી. જે 7મી મેના રોજ અમદાવાદ આવી હતી અને ગ્રીન કોરિડોર બનાવીને રાજેશભાઈને એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા.

એર એમ્બ્યુલન્સમાં ત્રણ મેડિકલ સ્ટાફ સાથે જવા માટે ધીરજભાઈએ 21 લાખ રુપિયા ચૂકવ્યા હતા. આખરે રાજેશભાઈને ચેન્નૈની ફોર્ટિસ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. ત્યાં તેમણે ટ્રીટમેન્ટને સારો રિસ્પોન્સ આપ્યો અને કોરોનાને મ્હાત આપી સાજા થઈ ગયા. એટલું જ નહીં, તેમના ફેફસાંમાં પ્રસરેલું ઈન્ફેક્શન પણ ઘટવા લાગ્યું છે. જોકે, કદાચ તેમને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટની જરુર પડે, અને હાલ તેમને ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે.

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા રાજેશભાઈને 17 એપ્રિલે કોરોના થઈ ગયો હતો. તેઓ ઘરે રહીને સારવાર લેતા હતા, પરંતુ પાંચ જ દિવસમાં તેમની સ્થિતિ ક્રિટિકલ થઈ ગઈ હતી. જેથી તેમને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. આ અંગે પાલનપુરમાં રહેતા તેમના નાનાભાઈ ધીરજને પણ જાણ કરાઈ હતી.

ભાઈની મદદ કરવા તાત્કાલિક અમદાવાદ દોડી આવેલા ધીરજભાઈએ તે દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે રાજેશભાઈને એક પ્રાઈવેટ હોસ્પિટલથી બીજી પ્રાઈવેટ હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથે ખસેડવામાં આવ્યા હતા. તેમનું ઓક્સિજન લેવલ ખૂબ જ નીચે પહોંચી ગયું હતું, અને તેમની હાલત પણ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. જોકે, હવે તેમની સ્થિતિ સારી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો