વિદેશમાં અભ્યાસ કરતી યુવતી આવી વતનની વ્હારે, બચતના 3 લાખ મોકલીને પિતાની મદદથી કોરોનાગ્રસ્તોને પહોંચાડે છે ટિફિન

કોરોનાકાળમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોને ભોજનની સમસ્યા રહેતી હોય છે. જેથી વિદેશમાં અભ્યાસ કરતી યુવતીએ પોતાના વતનની વ્હારે આવીને પિતાની મદદથી અનોખી સેવા શરૂ કરી છે. કેનેડામાં અભ્યાસની સાથે સાથે નોકરી કરતી વિદ્યાર્થિનીએ પોતાની બચતના 3 લાખ વતન મોકલની પિતાની મદદથી છેલ્લા 25 દિવસમાં જ 15 હજાર કરતાં વધુ ટિફિન કોરોનાગ્રસ્તો સુધી પહોંચાડ્યાં છે.આ સેવા કોરોના સંક્રમણ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી અવિરત રાખવાનો પિતા-પુત્રીએ નિર્ધાર વ્યક્ત કર્યો છે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

યુવતીએ જણાવ્યું હતું કે, વડોદરા મારી જન્મભૂમિ છે, કોરોનાગ્રસ્ત લોકોની સેવા કરવી મારી ફરજ છે.વડોદરામાં રહેતા પિતા દીકરી દ્વારા મોકલવામાં આવતી સહાયની રકમમાંથી રોજ 800 કોરોનાગ્રસ્ત પરિવારોને ટિફીન સેવા પૂરી પાડી રહ્યા છે. અત્યાર સુધીમાં કેનેડા સ્થિત વડોદરાની યુવતીએ રૂપિયા 3 લાખ જેટલી રકમ કોરોનાગ્રસ્ત પરિવારોને ટિફીન સેવા પૂરી પાડવા માટે પિતાને મોકલાવી છે. કેનેડા સ્થિત યુવતીએ જણાવ્યું હતું કે, વડોદરા મારી જન્મભૂમિ છે. કોરોનાની મહામારી સમયે કોરોનાગ્રસ્ત લોકોની સેવા કરવી મારી ફરજ છે.

વડોદરા શહેરના દિવાળીપુરાની રહેવાસી નિરાલી રાજપૂત વડોદરામાં બી.ઇ. ઈલેક્ટ્રીકલનો અભ્યાસ પૂરો કર્યો હતો. ત્યાર બાદ તેના પિતા નારાયણ રાજપૂતે તેને ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા ખાતે મોકલી હતી. કેનેડાના મોન્ટ્રીયલમાં રહીને તેને કોનકોર્ડિયા યુનિવર્સિટીમાં પોતાનો માસ્ટરનો અભ્યાસ પૂરો કર્યો અને સાથે જ તે એક મોલમાં કેશિયર તરીકેની નોકરી કરી રહી છે. નિરાલી પોતાના ખર્ચ બાદ જે રકમની બચત થાય છે. તે વડોદરામાં રહેતા પિતાને કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા માટે મોકલી રહી છે.

સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રહેલા કોરોનામાં વડોદરા પણ બાકાત રહ્યું નથી. વડોદરામાં કોરોનાના વધેલા કેસો અને કોરોનાની બનેલી ગંભીર સ્થિતિના સમાચાર સાંભળી કેનેડામાં અભ્યાસ માટે ગયેલી નિરાલી રાજપૂતને વડોદરાના લોકોની સેવા કરવા માટે ઝંઝોળ્યું હતું. અને તેને પોતાના ખર્ચમાં કાપ મુકીને શક્ય તેટલી બચત કરીને પોતાના પિતા નારાયણ રાજપુતને રકમ મોકલવાનું શરૂ કર્યું છે.

યુવતીએ પિતાને જણાવ્યું કે, કોરોનાની કપરી મહામારીમાં જે લોકો ઘરે છે અને કોરોનાની સારવાર લઇ રહ્યા છે. તેવા લોકોને બે ટાઇમ ટિફીન પહોંચાડવા માટે જણાવ્યું હતું. કેનેડા સ્થિત દીકરી નિરાલી દ્વારા મળતી આર્થિક મદદ અને તેની ઇચ્છા અનુસાર પિતા નારાયણ રાજપૂતે ઘરમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને ટિફીન પહોંચાડવાની શરૂઆત કરી હતી.

નિઃશુલ્ક ટિફિન અપાય છે

શરૂઆતમાં 400 જેટલા લોકોને ટિફિન પહોંચાડી શકતા હતા. તે બાદ તેઓએ 500 જેટલા યુવાનોનું ગ્રુપ બનાવીને હવે 800 ઉપરાંત લોકોને ટિફીન સેવા પહોંચાડી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે, નારાયણ રાજપૂત એક પણ રૂપિયો લીધા વગર ટિફિન સેવા ચલાવી રહ્યા છે. આ સેવા દીકરી દ્વારા જે મદદ કરવામાં આવે છે અને પોતાના મિત્ર વર્તુળ દ્વારા થતી આર્થિક મદદનો ઉપયોગ કરીને નિઃશુલ્ક ટિફીનની સેવા કરી રહ્યા છે.

ગુજરાતી અને જૈન લોકો માટે અલગ ટિફિન બને છે

નારાયણ રાજપુતે જણાવ્યું હતું કે, અમે રોજ 800થી પણ વધુ ટિફિન પહોંચાડી રહ્યા છે. છેલ્લા 25 દિવસમાં 15 હજાર જેટલા ટિફીનો કોરોનાગ્રસ્ત પરિવારોને પહોંચાડવામાં આવ્યા છે. અને હજુ પણ આ ટિફીન સેવા ચાલુ છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તાર સનફાર્મા રોડ, સંપતરાવ કોલોની, ભાયલી, મનીષા ચોકડી, દિવાળીપુરા એમ કુલ પાંચ જગ્યાએ તેમના રસોડા ચાલુ છે અને માત્ર ગુજરાતી થાળી જ નહી., પરંતુ, કોરોનાગ્રસ્ત પરિવારોની ઈચ્છા પ્રમાણે જૈન અને સ્વામિનારાયણ સંપ્રદાયને અનુકૂળ આવે તે રીતે ભોજન પણ એ લોકો બનાવીને આપી રહ્યા છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારા આ સેવા કાર્યમાટે મારી દીકરી નિરાલીએ અત્યાર સુધીમાં રૂપિયા 3 લાખ ઉપરાંતની મદદ કરી છે. આ ઉપરાંત રાજેશભાઇ વાસણવાળા, દિપકભાઇ પટેલ, સારા સંસ્થાના પ્રમુખ મેહુલભાઇ દેસાઇ દ્વારા અનાજ, ટિફીન બોક્સ જેવી સેવા પૂરી પાડવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો