વારંવાર બગડી જતી નવી કારથી પરેશાન યુવકે ગધેડાથી ખેંચાવી કાર, વિડિઓ વાઈરલ

રાજસ્થાનના ઉદયપુરમાં કાર ખરીદ્યાના ત્રણ જ મહિનામાં તેમાં તકલીફો શરૂ થઈ જવાથી વિશાલ પંચોલી નામનો યુવક ત્રાસી ગયો હતો. કારના એન્જીનમાંથી પણ વારંવાર ધૂમાડા આવતા હોવાની પણ યુવકની ફરિયાદ હતી. કંપની તરફથી તેને કસ્ટમર ફર્સ્ટ પોલીસીનો કોઈ જ લાભ ના મળતાં તેણે આ કારને ગધેડા સાથે જોડીને તેનો વરઘોડો કાઢ્યો હતો. વિશાલે કાર પર પણ મોટાં બેનર લગાવીને લોકોને આ ગાડી નહીં ખરીદવાની અપીલ કરી હતી. આ રીતે ગધેડા સાથે કાર ખેંચી હતી તેનો વીડિયો પણ વાઈરલ થયો હતો. આખી ઘટના બાદ કંપનીએ પણ તેમનો પક્ષ મૂકતાં જણાવ્યું હતું કે કારમાલિકને સંતોષ થાય તે માટે અમે અમારાથી બનતા બધા જ પ્રયાસો કર્યા હતા. તો પણ ગ્રાહકે કંપનીની કસ્ટમર ફર્સ્ટ પોલીસીનો ગેરલાભ લેવા માટેના જ પ્રયાસો હાથ ધર્યા છે. વિશાલ પંચોલીએ એમજી હેક્ટરની જે કાર ખરીદી હતી તેની માર્કેટ કિંમત પણ 20 લાખ રૂપિયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો