અમદાવાદમાં હેલ્મેટ વિનાના બાઈક સવારને પોલીસ કર્મીએ રોકતા મેમો બૂક આંચકી નાસી છૂટ્યો, પોલીસે ન કરી ફરિયાદ

રાજ્યભરમાં આજથી નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે અને નવી જોગવાઈ મુજબ દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. જેને પગલે અમદાવાદમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. પરંતુ નવા નિયમના અમલના થોડા કલાક પહેલા જ શહેરના લાલ દરવાજા નજીક જૂની જુમ્મા મસ્જીદ સામે રવિવારે સાંજે ટ્રાફિક પોલીસની મેમો બૂક લઇ બાઈક સવાર બે શખ્સો નાસી ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

ટ્રાફિક પોલીસની આબરું ન જાય તે માટે કોઇ ફરિયાદ કરવાનું ટાળ્યું

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ કર્મીએ હેલ્મેટ વગરના બાઈક ચાલકને રોક્યો હતો. ત્યાર બાદ આ યુવકે ટ્રાફિક પોલીસને ધક્કો મારતા તેઓ નીચે પડી ગયા હતા અને અન્ય પોલીસકર્મીઓએ બાઇક પર પીછો કરતા નાસી રહેલા શખ્સે મેમો બૂક ફેંકી દીધી હતી. જોકે ટ્રાફિક પોલીસની આબરું ન જાય તે માટે કોઇ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

મેમો બૂક લઈને ભાગ્યા હોય તેવી કોઈ ઘટના બની નથીઃ પીઆઈ

આ મામલે ઈ-ડીવિઝન ટ્રાફિક પોલીસના PI ટી.આર રાઠવા સાથે વાત કરતા તેમણે ટ્રાફિક પોલીસનો બચાવ જણાવ્યું હતું કે, પોલીસ કર્મીએ હેલ્મેટ વગરના બાઈક ચાલકને રોક્યો હતો અને તે ભાગવા જતા પોલીસ કર્મીએ તેમનો પીછો કર્યો હતો અને હાથમાંથી મેમો બૂક પડી ગઈ હતી. મેમો બૂક લઈને ભાગ્યા હોય તેવી કોઈ ઘટના બની નથી.

પોલીસકર્મીને પાછળ બેઠેલા શખ્સે ધક્કો મારી દીધો

સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, લાલ દરવાજા જૂની મસ્જીદ સામે આજે સાંજે ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમના ભંગ બદલ મેમો આપી રહી હતી. ત્યારે બાઇક પર સવાર બે શખ્સોએ હેલ્મેટ પહેર્યું ન હતું. ટ્રાફિક પોલીસે તેમને અટકાવી મેમો આપ્યો હતો. બંને શખ્સો બાઇક પર બેઠા હતા અને મેમોમાં સહી કરવા માટે મેમો બૂક ટ્રાફિક પોલીસે બાઇક ચાલકને આપતા બંનેએ મેમો બૂક આંચકી બાઇક ભગાવ્યું હતુ. મેમો બૂક લેતી વખતે પોલીસકર્મીને પાછળ બેઠેલા શખ્સે ધક્કો મારી દીધો હતો. આ જોઇ અમુક પોલીસ કર્મીઓ તેને પકડવા દોડ્યા અને પીએસઆઈએ બાઈક પર પીછો કર્યો હતો. તે જોઈને બંને શખ્સો મેમો બૂક રસ્તામાં નાખી ભાગી છૂટ્યા હતા.

તસવીર પ્રતિકાત્મક છે..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો