પરિવારનાં બધા સભ્યોનાં મૃત્યુ: માતા, પત્ની અને બે બાળકની હત્યા કરી યુવકે ગળેફાંસો ખાધો, પાંચ લોકોનાં મૃત્યુ બાદ ગામમાં શોક ફેલાયો

રાયપુરમાં સોમવારે રાત્રે એક યુવકે તેની માતા, પત્ની અને બે બાળકની હત્યા કર્યા પછી પોતે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. મામલો અભનપુરના કેન્દ્રી ગામનો છે. મંગળવારે સવારે પાડોશીઓએ આ ઘટનાની જાણ કરી હતી. આ બનાવનાં કારણોની જાણકારી હજી સુધી મળી શકી નથી. ગામલોકોએ જણાવ્યું હતું કે બીમારીથી પરિવાર પરેશાનીમાં રહેતો હતો. છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહુએ આ કેસની તપાસના આદેશ આપ્યા છે.

રાયપુરના એસએસપી અજય યાદવે જણાવ્યું હતું કે કેન્દ્રી ગામમાં રહેતા કમલેશ સાહુએ તેની પત્ની, માતા અને બે બાળકની હત્યા કરી હતી. આ પછી તેણે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ગ્રામજનોએ પોલીસને જણાવ્યા બાદ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે કમલેશનો મૃતદેહને ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકેલો હતો, જ્યારે તેની માતા, પત્ની અને બે બાળકોની લાશ જમીન પર પડી હતી.

એસએસપીના જણાવ્યા મુજબ, ગામલોકો કહે છે કે પરિવારના સભ્યો બીમારીથી પરેશાન હતા. આ ઘટના પાછળનું કારણ હોઈ શકે છે. જોકે પોલીસ હજી સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી.

છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહુએ આ કેસની તપાસના આદેશ આપ્યા છે. તેણે કહ્યું- એક જ પરિવારના પાંચ લોકોનાં મૃત્યુ થવાં એ મોટી વાત છે. મેં ઘટનાનું કારણ વહેલી તકે તપાસ કરવાનું કહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો