વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા યુવાને જીવ જોખમમાં મૂકીને આગમાંથી 3 બાળકોને બચાવ્યા

સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં લાગેલી આગમાં હોસ્પિટલના ફાયર વિભાગમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા ક્રિષ્ણાએ પોતાનો જીવ જોખમમાં મૂકીને 3 નવજાત બાળકોને બચાવ્યા હતા. ત્રણ બાળકોને બચાવનાર ક્રિષ્ણા આગના ધુમાડાથી ઘેરાયેલી હોસ્પિટલનો પ્લાસ્ટીકનો શેડ અને બારીના કાચ વોર્ડમાં પ્રવેશ્યો હતો. અને ત્રણ બાળકોને બચાવી લીધા હતા.

આગ લાગતા જ ક્રિષ્ના શેડ તોડીને આઇસીયુમાં દાખલ થયો

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના ફાયર વિભાગને બપોરે 2.49 પાસે પીડિયાટ્રીક વિભાગમાં આગ લાગી હોવાનો મેસેજ મળતા જ તે સમયે ઓફિસમાં હાજર ક્રિષ્ણા સોલંકી દોડી ગયો હતો. હોસ્પિટલમાં લાગેલી આગથી પીડિયાટ્રીક વિભાગમાં ધુમાડાના ગોટેગોટા થઇ ગયા હતા. સામેની વ્યક્તિ પણ ન દેખાય તે રીતે ધુમાડો હોસ્પિટલમાં પ્રસરી ગયો હતો.

આ ધુમાડા વચ્ચે ક્રિષ્ણા મુખ્ય દરવાજાથી પીડિયાટ્રીક વિભાગમાં જવાને બદલે બે હોસ્પિટલે જોડતા બ્રિજ ઉપર ચઢી ગયો હતો. અને બ્રિજ ઉપરનો પ્લાસ્ટીકનો શેડ તોડીને દાખલ બાળકોના વોર્ડ પાસે પહોંચી ગયો હતો. વોર્ડ પાસે પહોંચ્યા બાદ વોર્ડમાં પ્રવેશવું પણ કાચની બારી હોવાના કારણે મુશ્કેલ હતું. પરંતુ ક્રિષ્ણાએ કોઇપણ જાતનો વિચાર કર્યાં વિના બારીના હાથથી કાચ તોડી વોર્ડમાં પ્રવેશી ગયો હતો. અને વોર્ડમાંથી ત્રણ બાળકોને બચાવી હેમખેમ બહાર આવી ગયો હતો.

બાળકોની માતાઓની આંખો ખુશીથી છલકાઇ

પીડિયાટ્રીક વિભાગમાં આગ લાગતા વોર્ડમાં દાખલ બાળકોની માતાઓ હોસ્પિટલ નીચે બાળકોને બચાવો..બચાવો..ની બુમરાણ મચાવીને રડી રહી હતી. ત્યારે ક્રિષ્ણા એકસાથે ત્રણ બાળકોને ચાદરમાં લપેટીને હેમખેમ લાવતા માતાઓની આંખો હર્ષના આંસુથી છલકાઇ ગઇ હતી. અને બોલી ઉઠી હતી કે, ક્રિષ્ણા ભગવાનના રૂપમાં આવીને અમારા બાળકોને બચાવી લીધા છે. ત્રણેય બાળકોની માતાઓએ ક્રિષ્ણાનો હ્રદય પૂર્વક આભાર માન્યો હતો. ત્યારે ક્રિષ્ણાએ બાળકોની માતાઓને જણાવ્યું કે, હું હોસ્પિટલના ફાયર વિભાગમાં નોકરી કરું છું. અને આ મારી ફરજ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો