લ્યો બોલો, ગ્રાહકે કારમાં ફાસ્ટ ટેગ લગાવ્યો ન હોવાથી ટોલનાકે રોકડ રૂપિયા ભર્યા ને થોડીવારમાં ફાસ્ટ ટેગના ખાતામાંથી પણ કપાયા

નેશનલ હાઈવે ઓથોટરી ઓફ ઈન્ડિયાના 520 ટોલ પર 1 લી ડિસેમ્બરથી ફાસ્ટેગ શરૂ થશે, પરંતુ તે પહેલા જ ફાસ્ટ ટેગના ગ્રાહકને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બારડોલીનો એક ગ્રાહકે ફાસ્ટ ટેગ કઢાવ્યો હતો. જોકે, ટેગ કારમાં લગાવ્યો ન હોવાથી નવસારીના બોરિયાચ ટોલનાકા પરથી પસાર થતાં રોકડથી રસીદ લેવામાં આવી હતી. છતાં રિર્ટન ઘરે આવતાં ફાસ્ટેગના ખાતામાંથી રૂપિયા કપાઈ ગયા હતાં. ગ્રાહકે ફાસ્ટેગમાં ફરિયાદ કરતાં હાઈવે ઓથોરિટી સિસ્ટમાંથી કપાયા હોવાનું એક બીજા પર ખો આપી રહ્યા હોવાનું જણાવે છે. ગ્રાહકો માટે સુવિધા અમલમાં આવ્યા પહેલા જ અડચણો શરૂ થઈ છે.

ફરિયાદ કરતાં જવાબદારીમાંથી છટકબારી કરી હતી

હાઈવેના ટોલનાકા પરથી પસાર થતાં ફાસ્ટ ટેગની સુવિધા અમલમાં આવતાં જેનાથી સમય અને ઈંધણ બચશે. પ્રદૂષણ પણ અટકાવી શકાશે પરંતુ આ સુવિધા શરૂ થવા પહેલા ગ્રાહકને પૂરતી ગાઈડલાઈન મળવાનો અભાવ અને હાઈવે ઓથોરિટી અને ફાસ્ટેગ કંપની વચ્ચે સંકલનના અભાવે ગ્રાહકોમાં વિશ્વાસ સંપાદન કરવામાં અડચણ ઊભી થઈ શકે છે. બારડોલી નગરમાં રહેતા વિભુદત્તભાઈ ખત્રીએ આઈસઆઈસીઆઈ બેંકમાંથી ઓનલાઈન ફાસ્ટ ટેગ કઢાવ્યું હતું. આ ટેગ કારમાં લગાવ્યું ન હતું. 11મી નવેમ્બરના રોજ અંગત કામ અર્થે વલસાડ જિલ્લાના ઉદવાડા ગામે જવાનું થતાં નવસારીના બોરિયાચ ટોલનાકા પરથી પરસાર થતા ટેગ કારમાં લગાવ્યું ન હોવાથી રોકડા રૂપિયા ભરી પસાર થયા હતાં. ઘરે પરત ફરતાં જ તેમના ફાસ્ટ ટેગખાતામાંથી રોકડા રૂપિયા કપાઈ ગયા હતાં. વિભુદત્તભાઈ રોકડાની રસીદ લેવા છતાં ખાતામાંથી બીજા પણ રૂપિયા કપાઈ ગયા હતાં. જે અંગે ફાસ્ટ ટેગમાં ફરિયાદ કરતાં તેમણે હાઈવે ઓથોરિટીની સિસ્ટમમાંથી રૂપિયા કપાયા હોવાની વાત કરી જવાબદારીમાંથી છટકબારી કરી હતી. ભલે ગ્રાહકો માટે ફાસ્ટ ટેગની સુવિધા ખુબ સારી હોય, પરંતુ કંપની વચ્ચે સંકલનનો અભાવ, અને પૂરતી ગાઈડલાઈન ગ્રાહકો સુધી પહોંચી ન શકે તો ઉલ્ટા ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યાં છે. આ રીતે અડચણ શર થશે તો સુવિધા અંગે ગ્રાહકોમાં વિશ્વાસ સંપાદન કરવામાં મુશ્કેલ બની શકે.

રોકડા 95 રૂપિયાની રિટર્ન રસીદ લીધી છતાં 60 રૂપિયા ફાસ્ટ ટેગના ખાતામાંથી કપાયા

હું ઉદવાડા જતી વખતે બોરિયાચ ટોલનાકા પરથી પસાર થતાં 95 રૂપિયા રોકડા ભરી રિટર્ન રસીદ લીધી હતી, અને ઘરે ગયો હતો. તો મારા ફાસ્ટ ટેગના એકાઉન્ટમાંથી 60 રૂપિયા કપાઈ ગયાનો મેસેજ આવ્યો હતો. એક તરફના રૂપિયા કપાઈ ગયા હતાં. ફાસ્ટ ટેગ લગાવ્યો ન હતો અને રોકડા ભર્યા હોવા છતાં કપાઈ ગયા છે. ફાસ્ટ ટેગમાં ફરિયાદ કરતાં, હાઈવે ઓથોરિટીના સિસ્ટીમમાં કપાયા છે. ફાસ્ટ ટેગવાળા રૂપિયા ભરેલી રસીદ મેલ કરવા જણાવ્યું હતું. પરંતુ રૂપિયા જમા કરવા અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. દશ દિવસે પણ ખાતામાં રૂપિયા જમા થયા નથી. સરળતા રહે એવા પ્રયાસ બંને કંપનીએ કરવું જરૂરી છે. – વિભુદત્ત ખત્રી, બારડોલી, ફાસ્ટ ટેગ ગ્રાહક

ફાસ્ટ ટેગ કારની અંદર પડ્યું હોય તો પણ સ્કેન થઇ જાય છે

આઈઆરબી બોરિયાચ ટોલનાકાના મેનેજર પવાર સાથે ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ફાસ્ટ ટેગ કઢાવ્યા પછી કારમાં ભલે લગાવ્યું ન હોય, છતાં કારમાં અંદર હોય તો પણ સ્કેન થઈ જાય છે અને ખાતામાંથી રૂપિયા કપાઈ જાય છે. ફાસ્ટ ટેગની સ્કેન કરવાની ફ્રીક્વન્સી ઘણી સ્ટ્રોંગ છે. જેને કારણે અંદર મુકવામાં આવેલો ટેગ પણ સરળતાથી સ્કેન થઇ જાય છે. જોકે, આ બાબેત તંત્રની ગ્રહકને પૂરીત ગાઈડ લાઈનનો અભાવ અંગે પૂછતાં તેમણે પણ વાત સ્વીકારી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો