અમદાવાદના પક્ષી પ્રેમી યુવાને ઉત્તરાયણમાં પક્ષીઓને બચાવવા માટે બનાવ્યું ‘હેક્ઝાકોપ્ટર’

ઉત્તરાયણ વખતે પતંગના દોરાની ગૂંચમાં ફસાઈ જતાં પક્ષીઓને બચાવવા માટે શહેરના એક પક્ષીપ્રેમીએ ‘હેક્ઝાકોપ્ટર’ નામક ડ્રોન બનાવ્યું છે. જેની મદદથી 500 ફૂટ ઊંચે સુધી ફસાયેલા પક્ષીઓને જીવતા બચાવી શકાશે. આ ડ્રોનમાં કોપરના સળિયાનું હીટર રાખવામાં આવ્યું છે. હીટરની મદદથી માત્ર ત્રણ સેકન્ડમાં દોરી કપાઈ જશે અને પક્ષી નીચે પડે ત્યારે તેને ઝીલવા માટે નેટ તૈયાર હશે. શહેરના ફાયરબ્રિગેડને દર ઉત્તરાયણમાં પક્ષી પતંગના દોરામાં ફસાયાના અસંખ્ય કોલ મળે છે. ફાયરબ્રિગેડને પક્ષી બચાવવા માટે ઘણી જહેમત ઉઠાવવી પડે છે. હાઈડ્રોલીક સીડી ગોઠવી જવાન ઉપર ચડે અને દોરા કાપે ત્યારે છેક પક્ષીનો છુટકારો થાય છે.

આ સ્થિતિ જોઈને પક્ષીપ્રેમી મનોજભાઈ ભાવસારે વિશિષ્ટ ડ્રોન બનાવ્યું છે. જેમાં ત્રણ ફૂટના કોપર એન્ટેના બેસાડયા છે. 12 વોટનું ડીસી હીટર મૂક્યું છે. જ્યાં પક્ષી ફસાયું હોય ત્યાં ડ્રોન પહોંચી, પક્ષીથી ત્રણ ફૂટ દૂરનું અંતર રાખી આ ડ્રોન હીટરની મદદથી માત્ર ત્રણ સેકન્ડમાં દોરી કાપી નાખશે. પક્ષી દાઝી જાય નહીં તે હેતુથી હીટર માત્ર ત્રણ સેકન્ડ સુધી ગરમ રહે તે રીતનું ટાઈમિંગ સેટ કરાયું છે.

જો પક્ષીના પગમાં દોરી ફસાઈ હશે તો દોરી કપાય કે તુર્ત પક્ષી ત્યાંથી પાંખો ફફડાવી ઊડી જશે. જો પાંખ દોરામાં ફસાઈ હશે તો આ પક્ષી દોરી કપાયા પછી નીચે પડશે. આ સંજોગોમાં પક્ષીને ઈજા થાય નહીં તે હેતુથી 20 બાય 20ની નેટ તૈયાર હશે જેમાં પક્ષીને ઝીલી લેવાશે.

મનોજભાઈ છેલ્લા બે વર્ષથી ડ્રોનનો ઉપયોગ કરે છે અને આજ સુધીમાં 25 જેટલાં પક્ષીઓને બચાવ્યાં છે. ફાયરબ્રિગેડ તેમને કોલ આપે છે અને તેઓ ડ્રોન લઈને બચાવવા માટે નીકળી પડે છે. દોઢ લાખના ખર્ચે બનેલા ડ્રોનની તેઓ નિઃશુલ્ક સેવા આપે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો