આ પ્રખ્યાત કલાકાર દારૂ પીને સ્ટેજ પર ભજન ગાતા હતા ત્યારે ચાલુ કાર્યક્રમમાં યુવાને કલાકારને લાફા ઝીંકી દીધા, વીડિયો વાઇરલ

બોટાદના સાળંગપુરમાં યોજાયેલા એક ડાયરામાં હોબાળો થયો છે. ગાયક કલાકારને એક યુવકે સ્ટેજ પર ચઢીને એક પછી એક લાફા ઝીંક્યા હતા. બોટાદના સાળંગપુરમાં યોજાયેલા ડાયરાના પ્રસંગમાં કલાકાર પ્રભાતસિંહ સોલંકીને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની જોરદાર ધોલાઈ થઇ હતી.

ત્યાં હાજર લોકોએ આરોપ લગાવ્યો હતો કે, માતાજીના માંડવામાં દારૂ પીને આવ્યાનો આરોપ લગાવ્યો છે. ડાયરાના પ્રસંગમાં કલાકાર પ્રભાતસિંહ સોલંકી દારૂ પીને ભજન ગાતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. અહીં ચાલતા ડાયરામાં યુવકે સ્ટેજ પર ચડી એક પછી એક પ્રભાતસિંહને લાફો ઝીંક્યા હતા. હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, માતાજીના માંડવામાં કલાકાર પ્રભાતસિંહ સોલંકી દારૂના નશામાં હોવાથી પીટાઈ થયાનો વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. બોટાદના સાળંગપુરમાં યોજાયેલા ડાયરાના પ્રસંગમાં માતાજીના માંડવામા પ્રભાતભાઈ સોલંકી દારૂ પીને ગાવા બેઠા હોવાનું એક યુવકને ખબર પડી હતી.

જેથી એક યુવક સ્ટેજ નજીક ધસી આવ્યો હતો. અને તેને સ્ટેજ પર ચઢીને કલાકારને એક પછી એક લાફા માર્યા હતા. ઘટના સંભવિત બોટાદ જિલ્લાની હોવાનું પ્રાથમિક તારણ છે. વીડિયોમાં જોય શકાય છે તેમ કલાકાર એટલો નશામાં હતો કે ગાય પણ શકતા નહોતા, જેથી બોટાદમાં ચાલુ ડાયરામાં લોકગાયકની ધોલાઈ કરવામાં આવી હતી.

કલાકારે દારૂ પીધો હતો કે નહીં તે તપાસનો વિષય

બોટાદના સાળંગપુર રોડ પર માતાજીનાં માંડવામાં કલાકાર પ્રભાતસિંહ સોલંકી ગાય રહ્યાં હતા. તે દરમિયાન જ અચાનક એક યુવાન આવ્યો અને સ્ટેજ પર જ કલાકાર પ્રભાત સોલંકીને જોરદાર ત્રણથી ચાર લાફા મારી દીધા. આ યુવાનનો આક્ષેપ હતો કે, માતાજીનાં પવિત્ર માંડવાનાં કાર્યક્રમમાં આ કલાકાર દારૂ પીને આવ્યો હતો. તે માતાજીનાં ભજન પણ નશાની હાલતમાં જ કરી રહ્યો હતો. બાદમાં લોકોએ કલાકાર પ્રભાતસિંહ સોલંકીને નીચે ઉતરી જવા કહ્યું હતું. જો કે, તે નીચે ઉતરતા જ અન્ય લોકોએ પણ તેને માર માર્યો હતો. હવે આ તપાસનો વિષય છે કે ખરેખર ગાયક કલાકાર પ્રભાતસિંહ સોલંકી દારૂનાં નશામાં હતો કે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો