મકાનના કબ્જો રાખી ધમકી આપનાર સામે ફરિયાદ કરવા વડોદરાથી પગપાળા યુવક ગાંધીનગર રવાના

મકાન ઉપર કબજો જમાવી ધમકી આપનાર ભરવાડ ત્રિપુટી સામે 4 ફરિયાદો કરવા છતાં, પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેવા આક્ષેપ સાથે રેસ્ટોરન્ટ માલિક ન્યાય મેળવવા રાજ્યના ગૃહમંત્રીને રજૂઆત કરવા માટે આજે વડોદરાથી ગાંધીનગર પગપાળા રવાના થયા હતા.

ચાર ફરિયાદો નોંધાવી

ન્યાય મેળવવા માટે વડોદરાથી ગાંધીનગર મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પગપાળા નીકળેલા શહેરના તરસાલી-સુશેન રીંગરોડ ઉપર આવેલી મહાવિર પાર્ક સોસાયટીમાં રહેતા આયુષ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, મારું માંજલપુર વિસ્તારમાં રેસ્ટોરન્ટ છે. ગત ફેબ્રુઆરી-019માં ન્યુ વીઆઇપી રોડ ઉપર આવેલ ગોરાના પાર્કમાં મકાન વેચાણ લીધું હતું. તા.9 જુલાઇ-019ના રોજ મારું મકાન પચાવી પાડવા માટે વ્યાજનો ધંધો કરતા દેવા ભરવાડ, છાણી ગામમાં ગરબાનું આયોજન કરતા મુકેશ ભરવાડ સહિત અન્ય એક વ્યક્તિ મારા ઘરમાં ઘૂસી ગયા હતા. અને તોડફોડ કરી હતી. અને મને મકાનની બહાર કાઢી મૂક્યો હતો. જે અંગેની ફરિયાદ તેમજ તે બાદ આ ભરવાડ ત્રિપુટીએ અવાર-નવાર મકાન ઉપર કબજો જમાવવા માટે આપેલી ધમકીઓની 4 ફરિયાદો વારસીયા પોલીસ મથકમાં નોંધાવી હતી. પરંતુ, પોલીસ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

દિલ્હી સુધી જવાની તૈયારી

મને વારસીયા પોલીસ તંત્ર દ્વારા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ન્યાય ન મળતા હું આજે ગાંધીનગર મુખ્યમંત્રીને મળવા પગપાળા જઇ રહ્યો છું. જો મને મુખ્યમંત્રી તરફથી પણ સંતોષકારક જવાબ નહિં મળે તો હું દિલ્હી વડાપ્રધાનને મળવા પગપાળા જવાનો છું. હું ન્યાય મેળવીનેજ રહીશ. પગપાળા યાત્રા દરમિયાન હું પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા માટેનો સંદેશો પણ આપવાનો છું. મને શહેર પોલીસ તંત્ર તરફથી ન્યાય ન મળતા મારે આ પગલું ભરવાનો વખત આવ્યો છે. મારી પત્ની અને મારા બે સંતાનોને પણ જોખમ છે. તેમ રેસ્ટોરન્ટ માલિકે વધુમાં જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો