વલસાડનો યુવક અમેરિકામાં બન્યો પાયલોટ, 22 વર્ષની ઉંમરે અમેરિકામાં પાયલોટ બની વલસાડનું ગૌરવ વધાર્યું

વલસાડના યુવાનોએ અનેક ક્ષેત્રે પોતાની કારકીર્દી બનાવી છે. ત્યારે વલસાડ નજીકના એક નાનકડા ગામ ગોરવાડાના અનાવિલ પરિવારના યુવાન સની તુષાર નાયકે અમેરિકામાં પાયલોટ બની એક અનોખા ક્ષેત્રે પોતાની કારકીર્દી બનાવી અનાવિલ સમાજનું ગૌરવ વધાર્યું છે. સની નાયક માત્ર 22 વર્ષની ઉંમરે પાયલોટ બની ગયો હતો

મૂળ વલસાડના ગોરવાડા ગામના તુષાર નાયક અને શ્રદ્ધા નાયકનો 22 વર્ષીય પુત્ર સનીની અમેરિકાની રિપબ્લીક એરવેઝમાં માત્ર સહાયક પાયલોટ તરીકે જ નહી, પરંતુ તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક થઇ છે. આટલી ઉંમરે તેણે સિદ્ધ કરેલા આ શિખર અનાવિલ સમાજનું જ નહીં, પરંતુ વલસાડનું ગૌરવ વધાર્યું છે.

સની હાલ 65 પેસેન્જરને લઇ જતું ડબલ એન્જિનનું એમ્બરર 175 પ્લેન ઉડાવી રહ્યો છે. આગામી સમયમાં તે 2500 કલાકના ઉડાન બાદ કેપ્ટન બની જશે એવું તેના પિતા તુષાર નાયકે જણાવ્યું હતુ. સનીના પાયલોટ બન્યા બાદ તેણે પ્રથમ ઉડાન પીટ્સબર્ગથી બોસ્ટન સુધીની ભરી હતી. એ સમયે તેના માતા શ્રદ્ધાબેન અને પિતા તુષાર ભાઇ પણ તેમની સાથે ઉડાનમાં સાથે હતા. સની આગામી ટૂંક જ સમયમાં કેપ્ટન બને એવી શુભેચ્છાઓ આપી છે.

સનીએ જણાવ્યું હતું કે, હું 17 વર્ષનો હતો ત્યારે મને ટ્રાવેલિંગ કરવાનો શોખ હતો. જેથી મે પાયલોટ બનવા અંગેની ઈચ્છા માતા-પિતાને જણાવી હતી. સંમતિ પણ મળી ગઈ અને ટ્રેનિંગ ચાલુ કરી દીધી હતી. ત્યારબાદ મે મારી હાઈસ્કૂલ અને કોલેજ પૂર્ણ કરી હતી. મને પહેલી જોબ મળી હતી જેમાં એક એન્જિનવાળું નાનું વિમાન ચલાવવાનું હતું. 1 હજાર કલાક વિમાન ચલાવવું જોઈએ કોઈ પણ એરલાઈન્સમાં જવા માટે. જે મે પૂર્ણ કરીને એરલાઈન્સમાં ટ્રેનિંગ કરી હતી. હાલ 65 પેસેન્જરને લઇ જતું ડબલ એન્જિનનું એમ્બરર 175 પ્લેન ઉડાવી રહ્યો છું.

સનીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે હું મારા ટ્રાવેલનો શોખ પણ પૂર્ણ કરી રહ્યો છું. નવા નવા લોકોને મળી રહ્યો છું. કંઈ પણ અશક્ય નથી. જો તમે ધારો તો કંઈ પણ કરી શકો છો. કોઈ પણ તમને રોકી નહીં શકે. તમારા માતા-પિતા સાથે વાત કરો અને નિરાકરણ મળી જશે અને તેમ કંઈ પણ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો