અમેરિકામાં લુટારુઓ દ્વારા વધુ એક ગુજરાતી યુવકની ગોળી મારી હત્યા કરાઈ

અમેરિકામાં લુટારુઓ દ્વારા ગુજરાતીને નિશાન બનાવવાની વધુ એક ઘટના સામે આવી છે. વિસનગર તાલુકાના સેવાલિયા ગામના અને અમેરિકાના ફ્લોરિડામાં રહેતા 42 વર્ષીય યુવક સ્ટોર ઉપર બેઠો હતો, ત્યારે લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ ગોળી મારતાં ગંભીર ઇજાના કારણે મોત થયું હતું. આ ઘટનાની વતનમાં જાણ થતાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

સેવાલિયા ગામના પટેલ દિલીપભાઇ ભાયચંદભાઇ અમેરિકાના ફ્લોરીડા શહેરમાં માતા, પત્ની અને બે બાળકો સાથે વર્ષોથી રહેતા હતા. જ્યાં દિલીપભાઇ તેમના સ્ટોર ઉપર બેઠા હતા, તે દરમિયાન લૂંટના ઇરાદે કેટલાક શખ્સો તેમના સ્ટોરમાં ઘૂસી આવ્યા હતા, પરંતુ તેમણે મચક નહીં આપતાં રિવોલ્વરથી અંધાધૂંધ ફાયરિંગ કરતાં દિલીપભાઇ ગંભીર રીતે ઘવાયા હતા. જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ જિલ્લાના ભટાસણ અને કૈયલ ગામના યુવક પર ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો