મર્યા પછીએ અતૂટ દોસ્તી : જીવતા ત્યારે બે મિત્રોનું વચન: મર્યા પછી પણ હાથ ન છૂટવા જોઇએ, એકબીજાના હાથમાં હાથ રાખી દફનવિધિ કરાઇ

મિત્રતા જન્મ્યા પછી બનતો અતૂટ સબંધ છે ત્યારે આવી જ મિત્રતાની યાદ અપાવી જતો કરૂણ દાખલો મેંદરડા તાલુકાનાં અરણીયાળા ગામે બન્યો કે જ્યાંનાં ત્રણ યુવાનો ન્હાવા ગયા અને એક ડૂબતા તેને બચાવવા જતાં ત્રણેયે પોતાનાં જીવ ખોયા હતા. જેમાં બે સગા ભાઇઓ તુષાર અને તરૂણને સાથે તેમનો ખાસ મિત્ર જતીનનાં મોત પછી ગામમાં તેમની અંતિમ યાત્રામાં પુરૂ ગામ હિબકે ચઢ્યું હતું. અને આખો દિવસ ગામ બંધ રાખી લોકોએ શોક મનાવ્યો હતો. પરંતુ આ યુવાનો મર્યા પછીએ મિત્રતાનો સુંદર દાખલો દેતા ગયા છે. જે આજીવન સૌના હૃદયમાં જીવતો રહેશે.

તેઓની દફનવિધી પણ એક સાથે કરવામાં આવી હતી અને તેમનાં હાથ પણ એક બીજાનાં હાથમાં પકડીને જ અનંતની વાટ પકડી હતી. ત્યારે કુદરતી શબ્દો સરી પડે કે… ‘હે મિત્ર મર્યા પછીએ હાથ ન છુટવો જોઇએ’ આમ સાથે જીવી અને મૃત્યુ પણ જેને અલગ ન કરી શકી તેવા ત્રણ મિત્રોએ મર્યા પછીએ સાથ નિભાવ્યો હતો.

જીવનનાં દરેક પ્રશ્નોનું સાથે બેસી ઉકેલ કાઢતા

ત્રણેય વચ્ચે મિત્રતા એવી હતી કે, તેઓ નાનપણથી જ સાથે રહેતા અને અરણીયારાથી જૂનાગઢ સાથે જ અપડાઉન કરતા. જો કોઇ મોડુ થાય તો તેની રાહ જોતા. તેટલું જ નહીં વહેલો આવેલો વ્યક્તિ બીજા માટે જગ્યા પણ રોકી રાખતો. તેમજ દરેક પ્રશ્નોનો સાથે બેસી ઉકેલ કાઢતા હતા.

બીજા મિત્રોને પબજી રમવાની ના પાડતા

આ ત્રણેય મિત્રોને કોઇ જ વ્યસન ન હતું અને મકાન પણ બાજુ-બાજુમાં રાત્રે પણ સાથે બેઠા હોય જો કોઇ અન્ય મિત્રો સાથે બેસવા આવે અને મોબાઇલમાં પબજીની ગેમ રમતા હોય તો તેને પણ આ ગેમ રમવાની ના પાડતા હતા. આમ આધુનિક સમયમાં હોવા છતાં પણ પૂરા સંસ્કાર સાથે અને ખોટી કુટેવોથી દૂર હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો