સુરતમાં અરેરાટી ફેલાઈ તેવો અકસ્માત, યુવકનું માથું છૂંદાઈને બાજુની સીટમાં પડી ગયું, પત્નીને 5 મિનિટ પહેલાં ફોન કરી જમવાનું તૈયાર કરવા કહ્યું હતું

સુરતમાં સોમવારની રાત્રે સચિન ઓવરબ્રિજ પર જતી એક કાર લોખંડના એંગલ ભરેલાં ટ્રેલરમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે, યુવકનું માથું લોખંડની એંગલમાં ચુંદાઈને બાજુની સીટ ઉપર પડી ગયું હતું. તો કારની ઉપરનું પતરું 100 ફૂટ દૂર જઈને પડ્યું હતું. અકસ્માતની 5 મિનિટ પહેલાં જ યુવકે પત્નીને ફોન કરીને કહ્યું હતું કે, હું ઘરે આવું છું, જમવાનું તૈયાર રાખજે. પણ પત્નીને પતિના મોતના સમાચાર મળ્યા હતા.

કાર ચાલકનું માથું ચુંદાઈ ગયું

સિટીલાઈટ વિસ્તારમાં આવેલા સૂર્યા પેલેસમાં પ્રતિક સૂર્યકાંત પટેલ(ઉ.વ.33) પરિવાર સાથે રહેતો હતો. ગત રોજ કારમાં(GJ-21-AQ-6116)ભરૂચથી પલસાણા થઈને સિટીલાઈટમાં આવેલા ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન સચિન ઓવરબ્રિજ પર લોખંડની એંગલ ભરેલા ટ્રેલરમાં તેમની કાર ઘૂસી ગઈ હતી. ટ્રેલર સાથે અકસ્માતમાં કારની ઉપરની સાઈડનો ભાગ કપાઈને 100 ફૂટ દૂર પડ્યો હતો. જ્યારે કાર ચાલક પ્રતિકનું માથું ચુંદાઈ ગયું હતું અને શરીર બાજુની સીટ પર ઢળી પડ્યું હતું. ઘટનાની જાણ થતા પ્રતિકના મામા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પોલીસને પ્રતિકનો મૃતદેહ બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તો ઘટનાની જાણ થતાં જ પ્રતિકના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્રતિકે અકસ્માતની પાંચ મિનિટ પહેલાં જ ઘરે પત્નીને ફોન કરીને કહ્યું હતું કે, હું 10 મિનિટમાં ઘરે પહોંચું છું. જમાવાનું તૈયાર રાખજે. જો કે પ્રતિક તો ઘરે ન આવ્યો, પણ તેનાં મોતના સમાચાર ઘરે આવ્યા હતા. પ્રતિકની બહેન ઓસ્ટ્રેલિયાથી પરત આવશે પછી તેનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

જમવા તો ન આવ્યો પણ મોતના સમાચાર આવ્યા

મૃતક પ્રતિકના માતા ગીતાબેને જણાવ્યું હતું કે, ગત રોજ રાત્રે પ્રતિકે પત્નીને અકસ્માતના પાંચ મિનિટ પહેલાં ફોન કરી કહ્યું હતું કે, હું 10 મિનિટમાં ઘરે પહોંચું છું. જમાવાનું તૈયાર કરો. જોકે, તે ન આવ્યો અને તેના મોતના સમાચાર આવ્યા હતા. પ્રતિકની બહેન ઓસ્ટ્રેલીયા રહે છે જે આવવા નીકળી ગઈ છે. હાલ પ્રતિકના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. બહેન આવ્યા બાદ તેના અંતિમ સંસ્કાર કરાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો