અમદાવાદમાં છેડતીના કેસમાં યુવતીના પરિવારને ધમકી આપીને નિકળેલા આરોપીનું અકસ્માતમાં થયું મોત

શહેરના વાડજ વિસ્તારમાં એક કલાક પહેલા જ છેડતીના કેસ મામલે યુવતીના પરિવારને ધાકધમકી આપીને નાસી ગયેલા આરોપીનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. આરોપી મેહુલ પાટડીયા તેના મિત્ર સાથે બાઇક પર જતો હતો ત્યારે રસ્તા વચ્ચે કુતરુ આવી ગયું હતું. તેને બચાવવા જતા બાઇક ડિવાઇડર સાથે અથડાયા બાદ થાંભલા સાથે અથડાતા હતા. જેમા સાગર નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે મેહુલને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં આજે વહેલી સવારે તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

અકસ્માતમાં સાગરનું ઘટનાસ્થળે જ્યારે મેહુલનું સિવિલ સારવાર દરમિયાન મોત નિપજ્યુ

શહેરના વાડજ વિસ્તારમાં આવેલી કિરણ પાર્ક સોસાયટી નજીક ગઇકાલે સાંજે 7 વાગ્યાની આસપાસ બાઇક પર બે યુવકો જતા હતા. ત્યારે રસ્તા વચ્ચે કુતરુ આવી જતા તેને બચવવા જતા બાઇક ચાલકે કાબુ ગુમાવ્યો અને બંન્ને ડિવાઇડર સાથે અથડાયા હતા. જેમા વાસુકીનગર પાસે આવેલી હનુમાનની ચાલીમાં રહેતો સાગર વાઘેલા નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે તેની પાછળ બેઠેલા મેહુલ પાટડીયા નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જ્યા આજે વહેલી સવારે તેનું પણ મોત નિપજ્યું છે.

યુવતીને ધમકી આપ્યા બાદ મેહુલે સાગરને ફોન કરી બોલાવ્યો હતો

મૃતક મેહુલ પાટડીયા અસ્કમાતના એક કલાક પહેલા જ હનુમાનની ચાલીમાં તેની સામે જે યુવતીએ છેડતીની ફરિયાદ કરી હતી. તે કેસને પાછો ખેંચી લેવા માટે યુવતીના પરિવારને ધમકી આપી અને ઝપાઝપી કરી હતી. યુવતીએ પોલીસને જાણ કરતા મેહુલે તમને જાનથી મારી નાખીશું તેમ કહી ત્યાંથી જતો રહ્યો હતો. મેહુલે ત્યાથી જતા પહેલા હનુમાનની ચાલીમાં જ રહેતા સાગરને ફોન કરી બોલાવ્યો હતો. બંન્ને બાઇક લઇને નિકળ્યા હતા. બીજી તરફ પોલીસ પણ મેહુલને શોધવા માટે તેના ઘરે ગઇ હતી. અને તે દરમિયાન જ આ અકસ્માત સર્જાયો હોવાની જાણ થઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો