TikTokનો વિડિયો બનાવવા યુવકે પાણીમાં કૂદકો માર્યો, પણ એને ક્યાં ખબર હતી આ જીવનનો છેલ્લો વીડિયો હશે! જુઓ વીડિયો

દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં ડૂબી રહ્યો છે. ટિકટોકનું ગાંડપણ એટલું વધી રહ્યું છે કે લોકો ભોજન, ઊંઘ, કામ બધું છોડીને માત્ર ટિક ટોક પર ફક્ત વીડિઓ જ બનાવી રહ્યા છે. અને જે બનાવતા નથી એ જોવામાં વ્યસ્ત છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવક પોતાનો જીવ જોખમમાં મુકીને કૂદકો મારે છે અને મોત થઈ જાય છે. યુવકને ખ્યાલ નહોતો કે આ વીડિઓ તેનો છેલ્લો વીડિયો હશે અને તેનું મોત કેમેરામાં કેદ થઈ જશે.

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં આ શખ્સ ટિક ટોક વીડિયો બનાવતો હતો. ત્યારે બીજો એક યુવાન વીડિયો ઉતારતો હતો અને તેનું મોત કેમેરામાં કેદ થયું હતું. યુવકે પાણીમાં કૂદકો માર્યો અને સીધો તેનો મૃતદેહ બહાર આવ્યો. આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ યુવાનની ઉંમર 18 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બે-ત્રણ દિવસ પહેલા બની હોવાનું કહેવાય છે. આ યુવક કેટલાક મિત્રો સાથે ત્યાં પહોંચ્યો હતો. આ યુવાન પાણીમાં કૂદવાની હિંમત કરી રહ્યો હતો. પરંતુ તે તેના મિત્રોને ન જોઈતો હોવાની ચીસો પાડી રહ્યો હતો. તેનો એક મિત્ર વીડિયો શૂટ કરતો હતો. ટિક ટોક સ્ટાર બનવાને બદલે મોત કેમેરામાં કેદ થયું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો