કેનાલમાં ડુબી રહેલી મહિલાને બચાવવા માટે યુવક કુદ્યો, મહિલાને બચાવવામાં સફળ રહ્યો પરંતુ યુવક ડુબી ગયો

ગળતેશ્વર તાલુકાના મોકાના મુવાડામાં ડૂબતી મહિલાને બચાવવા નહેરમાં પડેલા યુવકનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું. જોકે, તે પહેલા તે મહિલાને બચાવવામાં સફળ રહ્યો હતો. બીજી તરફ યુવકના મૃત્યુ બાદ ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો અને તંત્ર દ્વારા સમયસર બચાવ કામગીરી માટે મદદ ન મળી હોવાનો આક્ષેપ કર્યો હતો અને મૃતદેહનો સ્વીકાર કરવાની ના પાડી દેતાં તંત્ર દોડતું થયું હતું. ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગ્રામજનોને સમજાવવામાં આવ્યા હતા.

સાંજના સમયે કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો

ગળતેશ્વર તાલુકાના હાંડિયા ગામે રહેતા નંદુબેન પરમાર (ઉ.વ.આ. 55) પોતાની દીકરીને લઇને નહેર પાસેથી પસાર થઇ રહ્યા હતા. આ સમયે નંદુબેન કેનાલમાં ઉતરતાં તેમનો પગ લપસ્યો હતો અને તેઓ કેનાલના પાણીમાં પડ્યા હતા. માતાને કેનાલમાં પડતી જોઇને કિનારે ઉભેલી દીકરીએ બૂમાબૂમ કરી મૂકતાં ત્યાંથી પસાર થઇ રહેલા કિરણભાઇ પરમાર (ઉ.વ.26) એ પળનો પણ વિચાર કર્યા વગર કેનાલમાં ઝંપલાવ્યું હતું અને નંદુબેનને સુરક્ષીત રીતે કિનારે પહોંચાડ્યા હતાં. જોકે બાદમાં કિરણભાઇ નહેરના પાણીમાં લાપતા થઇ જતાં સ્થાનિકો તરવૈયાઓ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સાંજના સમયે કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

સમયે મદદ ન મળતાં ગ્રામજનો રોષે ભરાયા

કિરણભાઇ કેનાલના પાણીમાં લાપતા થયા બાદ સ્થાનિક ગ્રામજનો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી. જોકે તંત્રની કોઇ મદદ મળી ન હતી. સ્થાનિક તરવૈયાઓએ કલાકોની મહેનત બાદ કિરણભાઇના મૃતદેહને શોધી કાઢ્યો હતો. જો સમયસર તંત્રની મદદ મળી હોત તો કિરણભાઇનો જીવ બચી ગયો હોય તેવી લાગણી સાથે ગ્રામજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતાં અધિકારીઓ દોડી ગયા હતા અને ગ્રામજનોને સમજાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો